શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gold Investment: સોનામાં રોકાણનો આ છે યોગ્ય સમય, જાણો સોનાના ક્યા વિકલ્પમાં રોકાણથી મળશે સારું વળતર
વધતી મોંઘવારીથી બચવા માટે રોકાણકારો તરફતી હેજિંગનો સમય પણ શરૂ થઈ ગયો છે.
વૈશ્વિક બજારની સાથે જ ઘરઆંગણે બજારમાં સોનાના ભાવમાં છેલ્લા ઘણાં સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઘટાડો વધારે સમય સુધી નહીં જળવાઈ રહે. કોરોના રસી આવવાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાથે જ ભારતની અર્થવ્યવસ્થાના સેન્ટિમેટમાં સુધારો જોવા મળ્યો છે. એવામાં મોંઘવારી વધવાનું નક્કી છે. ભારતમાં મોંઘવારીનો દર હાલમાં નીચલી સપાટી પર્ છે. પરંતુ તેનાથી નીચે નહીં જાય. તેનો મતલબ એ છે કે અહીંથી મોંઘવારીનો ગ્રાફ ચડવાનું શરૂ થશે.
વધતી મોંઘવારીથી બચવા માટે રોકાણકારો તરફતી હેજિંગનો સમય પણ શરૂ થઈ ગયો છે. તેના માટે ગોલ્ડમાં રોકાણ વધશે. ગોલ્ડમાં રોકાણની આ સક્રિયતાથી તેના ભાવમાં પણ વધારો આવશે. માટે સોનામાં રોકાણનો આ યોગ્ય સમય છે.
ગોલ્ડમાં સારા વળતર માટે મોંઘવારી પર નજર રાખો
સોનામાં રોકાણના મામલે મોંઘવારી પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમને લાગે છે કે મોંઘવારી વધી રહી છે તો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરી દો કારણ કે મોંઘવારીની સામે સૌથી વધારે સારું વળતર આપનાર રોકાણ છે. તમે જેટલી ઝડપથી મોંઘવારીનો ટ્રેન્ડ પકડી લશે તેટલી ઝડપથી જ રોકાણો નિર્ણય કરી શકાશે. આરબીઆઈ તરફથી વધારે કરન્સી બહાર પાડવાને તમે સોનામાં રોકાણ વધારવાના સંકેત માની શકો છો. જો તમે સોનાનીની કિંમતની સાઈકલ પર નજર રાખશો તો સારું રહેશે. ઘટતી કિંમત પર સોનું ખરીદવું અને વધતી કિંમત પર વેચીને નીકળી જવું એ એક સારી રણનીતિ રહેશે.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ ઈટીએફ સારો વિકલ્પ
ગોલ્ડમાં કોઈપણ રીતે રોકાણ હંમેશા સારું વળતર આપનારું જ સાબિત થાય છે. તેમ છતાં ગોલ્ડ મ્યુચ્યુઅલ પંડ અને ગોલ્ડ ઈટીએફમાં રોકાણને પ્રાથમિકતા આપી શકાય છે. ગોલ્ડ ઈટીએફ લિસ્ટેડ હોય છે અને સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ કરે છે. માટે તેના માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. રોકાણ પર બ્રોકરેજ આપવી પડે છે. જોકે આ ફી ઘણી ઓછી હોય છે. ગોલ્ડ બાર અને સિક્કામાં પણ રોકાણ કરી શકાય છે. આ જ્વેલરીની તુલનામાં વધારે સારું રોકાણ છે કારણ કે તેમાં મેકિંગ ચાર્જ સામેલ નથી હોતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion