Types Of Visa: જાણો કયા ડોક્યુમેન્ટ પર કેટલા દિવસ માટે જઈ શકાશે વિદેશ?
Types Of Visa: સામાન્ય રીતે વિદેશ જવામાં રસ તો હોઈ છે પરંતુ તેની માટે વિઝા સંબંધિત માહિતી એટલી હોતી નથી. જ્યારે કોઈ તમને પૂછે કે ભારતમાં કેટલા પ્રકારના વિઝા ઉપલબ્ધ છે.
Types Of Visa: સામાન્ય રીતે વિદેશ જવામાં રસ તો હોઈ છે પરંતુ તેની માટે વિઝા સંબંધિત માહિતી એટલી હોતી નથી. જ્યારે કોઈ તમને પૂછે કે ભારતમાં કેટલા પ્રકારના વિઝા ઉપલબ્ધ છે, તો તમે વધુમાં વધુ ત્રણ કે ચાર વિશે કહી શકશો. ટૂરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અથવા બિઝનેસ વિઝા સિવાયના અન્ય કોઈ વિઝા વિશે તમને કદાચ જાણ ન હોય. અગાઉ પણ Abp Asmitaના લેખમાં વિઝાના 8 પ્રકાર વિશે માહિતી આપી હતી, આજે બાકી રહેલ પ્રકાર ક્યાં ક્યાં છે તેના વિશે અમે જણાવીશું.
1. બિઝનેસ વિઝા:
આ વિઝા 5 વર્ષ માટે માન્ય છે. તે ઔદ્યોગિક/વાણિજ્યિક સાહસો સ્થાપવા અથવા ઔદ્યોગિક/વાણિજ્યિક ઉત્પાદનો ખરીદવા/વેચવાની શક્યતાઓ શોધવા માંગતા લોકોને આપી શકાય છે.
2. પર્વતારોહણ વિઝા:
પર્વતારોહણ અભિયાનો માટે વિઝા ભારતીય અધિકારીઓની મંજૂરી પછી જ આપવામાં આવે છે.
3.કોન્ફરન્સ/સેમિનાર વિઝા:
આંતરરાષ્ટ્રીય પરિષદો અથવા સેમિનારમાં હાજરી આપવા માટે આ પ્રકારના વિઝા આપવામાં આવે છે, જો કે આ પરિષદો અથવા સેમિનાર સરકારી સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સરકારી સહાયિત સંસ્થાઓ અને એનજીઓ દ્વારા આયોજિત કરવામાં આવે.
4. સંશોધન વિઝા:
આ વિઝા 3 વર્ષના સમયગાળા માટે અથવા સંશોધનના નિયત સમયગાળા માટે, અમુક રાષ્ટ્રીયતા સિવાય અને "પ્રતિબંધિત" અથવા "સંરક્ષિત" વિસ્તારો સિવાય, દેશમાં કોઈપણ પ્રકારના સંશોધન કરવા માટે આપવામાં આવે છે. ભારતમાં ઉગ્રવાદ, આતંકવાદ વગેરેથી પ્રભાવિત વિસ્તારોમાં આ વિઝા સંશોધન માટે આપવામાં આવતા નથી.
5.મેડિકલ વિઝા:
આ વિઝા ભારતમાં પ્રતિષ્ઠિત/માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો/તબીબી કેન્દ્રોમાં સારવાર માટે આવતા લોકોને આપવામાં આવે છે. આ વિઝા એક વર્ષ માટે અથવા સારવારના સમયગાળા સુધી માન્ય છે. મેડિકલ એટેન્ડન્ટ વિઝા (MEDX) દર્દીની સાથે આવેલા એટેન્ડન્ટ્સ અથવા પરિવારના સભ્યોને આપવામાં આવે છે.
6. યુનિવર્સલ વિઝા:
યુનિવર્સલ વિઝા આજીવન સમયગાળા માટે આપવામાં આવે છે. તે એવા લોકોને આપવામાં આવે છે જેમની પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ છે. યુનિવર્સલ વિઝા ધારક ભારતમાં શિક્ષણ, વ્યવસાય અથવા નોકરી કરી શકે છે અને તેઓએ FRRO/પોલીસ વિભાગમાં નોંધણી કરાવવાની પણ જરૂર નથી.
7. મેરેજ વિઝા:
આ વિઝા ચોક્કસ સમયગાળા માટે આપવામાં આવે છે. જો કોઈ ભારતીય યુવક અમેરિકન યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, તો તે તેને લગ્ન માટે ભારતમાં આમંત્રિત કરી શકે છે. આવી સ્થિતિમાં તે યુવતીએ અમેરિકામાં ભારતીય દૂતાવાસ (એમ્બેસી)માં જઈને લગ્ન વિઝા માટે અરજી કરવી પડશે.
8. પાર્ટનર વિઝા:
જો બીજા દેશમાં રહેતી વ્યક્તિ તેના જીવન સાથીને આમંત્રણ આપવા માંગે છે, તો તેના જીવનસાથીને 'પાર્ટનર વિઝા' આપવામાં આવે છે.
9. ઇમિગ્રન્ટ વિઝા:
જ્યારે વ્યક્તિ બીજા દેશમાં સ્થાયી થવા માંગે છે ત્યારે તે શરતમાં આપવામાં આવે છે. આ માત્ર એક જ પ્રવાસ માટે છે. આ વિઝા ત્યારે જ આપવામાં આવે છે જ્યારે અન્ય દેશ ઇમિગ્રેશન આપવા તૈયાર હોય.
10. પેન્શન વિઝા (અથવા નિવૃત્તિ વિઝા):
આ પ્રકારના વિઝા ફક્ત ઓસ્ટ્રેલિયા અને અમુક પસંદગીના દેશો દ્વારા જ આપવામાં આવે છે. તે ફક્ત તે જ લોકોને આપવામાં આવે છે જેમનો ઉદ્દેશ્ય બીજા દેશમાં જઈને પૈસા કમાવવાનો નથી. કેટલાક કિસ્સાઓમાં, વ્યક્તિની ઉંમર પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
11. સૌજન્ય વિઝા:
આ વિઝા વિદેશી સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આવા અધિકારીઓને આપવામાં આવે છે, જેઓ રાજદ્વારી શ્રેણીમાં આવતા નથી.