શોધખોળ કરો

Uttarayan Festival 2023: ગુજરાતી ફિલ્મના હીરો હિતુ કનોડિયાએ પત્ની અને બાળકો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી

Uttarayan Festival 2023: ગાંધીનગર ખાતે ગુજરાતી ફિલ્મના હીરો-હિરોઈને ઉત્તરાયણની ઉજવણી કરી છે. ગુજરાત ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયા અને તેમની પત્ની મોના થીબાએ પતંગ ચગાવી ઉતરાયણની ઉજવણી કરી હતી.  

Uttarayan Festival 2023: ગાંધીનગર ખાતે ગુજરાતી ફિલ્મના હીરો-હિરોઈને ઉત્તરાયણની ઉજવણી કરી છે. પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયા અને તેમની પત્ની મોના થીબાએ પતંગ ચગાવી ઉતરાયણની ઉજવણી કરી હતી.  બાળકો સાથે હિતુ કનોડિયા અને મોના થીબાએ ઉજવણી કરી  હતી. હિતુ કનોડિયા અને મોના થીબા બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અભિનેતાએ ગુજરાતવાસીઓને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તો બીજી તરફ જ્યારે અભિનેત્રી મોના થીબાને રાજકારણમાં આવવા અંગે પૂછવામાં આવ્યું ત્યાપે તેમણે રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રોમા માણેકે મેયર પતિ સાથે પતંગ ચગાવી

ગાંધીનગરના મેયરે ઉત્તરાયણ પર્વની ઉજવણી પાલજ ગામમાં કરી. પાલેજ ગામ ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નંબર 4માં આવે છે. મેયર હિતેશ મકવાણાએ તેમની પત્ની અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રોમાં માણેક અને વોર્ડ 4ના કોર્પોરેટર અને ગ્રામજનો સાથે ઉજવણી કરી હતી. ઉજવણી પહેલા જરૂરિયાતમંદ લોકોને પતંગનું વિતરણ કર્યું હતું.

બીજી તરફ ગ્રામજનોએ ગુલાબની પાંદડીઓથી રોમા માણેક અને હિતેશ મકવાણાનું કર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાતના રાજકારણના આકાશમાં ભાજપનો પતંગ ઉચોને ઉચો જ ચગતો રહેશે અને ભાજપ પોતાના કામનું મૂલ્યાંકન કરશે તેવો વિશ્વાસ હિતેશ મકવાણાએ વ્યક્ત કર્યો. તો તેમના પત્ની રોમા માણેકે પતિ મેયર બન્યા હોવાથી સમય ઓછો આપે છે જેના કારણે મીઠો ઝઘડો થતો હોવાનું જણાવતા પોતે રાજકારણમાં નહિ આવે માત્ર પતિને સાથ આપશે તેવું જણાવ્યું હતું.

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ભગવાન જગન્નાથના શરણે

મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી બન્યા એ પહેલાથી જ તેમણે જગન્નાથ મંદિર પ્રત્યે વિશેષ લાગણી છે. તેમને જયારે પણ સમય મળે છે ત્યારે તેઓ મંદિરે આવી દર્શન કરવા આવતા રહે છે.  આ ઉપરાંત પરિવાર સાથે ગાય માતાનું પૂજન કરે છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મંગળા આરતી પણ કરે છે. 

તો બીજી તરફ અમદાવાદ શહેરના વેજલુપરમાં અમિત શાહના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. ઢોલ નાગારા સાથે લોકોએ તૈયારી કરી છે. અમિત શાહને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આ ઉપરાંત ગૃહમંત્રી ગુજરાતમાં હોવાથી ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે. એક વ્યક્તિ એક હોદ્દાની અમલવારી માટે લેવાશે નિર્ણય. સંગઠનના હોદ્દા પર રહેલી વ્યક્તિ ધારાસભ્ય બનતા ફેરફાર થશે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય બનેલા સંગઠનના હોદ્દેદારોના રાજીનામાં લેવાશે, તમને જણાવી દઈએ કે અનેક શહેર જિલ્લાનાં પ્રમુખ ઉપ પ્રમુખ મહામંત્રી ચૂંટણી  લડ્યા હતા. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ
Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ
Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ
Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ
ફક્ત આટલા રૂપિયામાં હેલિકોપ્ટરથી જોઇ શકશો મહાકુંભ, અહીંથી બુક કરી શકશો ટિકિટ
ફક્ત આટલા રૂપિયામાં હેલિકોપ્ટરથી જોઇ શકશો મહાકુંભ, અહીંથી બુક કરી શકશો ટિકિટ
ભારતમાં સર્જરી બાદ દર વર્ષે ચેપની ઝપેટમાં આવે છે 15 લાખ દર્દી, ICMRના રિપોર્ટમાં ખુલાસો
ભારતમાં સર્જરી બાદ દર વર્ષે ચેપની ઝપેટમાં આવે છે 15 લાખ દર્દી, ICMRના રિપોર્ટમાં ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter Scandal : અમરેલી લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, SPએ કરી કાર્યવાહીGir Somnath News | 'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે': વજુભાઈ વાળાની રાજપૂત સમાજ યુવાનોને અપીલHun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ
Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ
Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ
Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ
ફક્ત આટલા રૂપિયામાં હેલિકોપ્ટરથી જોઇ શકશો મહાકુંભ, અહીંથી બુક કરી શકશો ટિકિટ
ફક્ત આટલા રૂપિયામાં હેલિકોપ્ટરથી જોઇ શકશો મહાકુંભ, અહીંથી બુક કરી શકશો ટિકિટ
ભારતમાં સર્જરી બાદ દર વર્ષે ચેપની ઝપેટમાં આવે છે 15 લાખ દર્દી, ICMRના રિપોર્ટમાં ખુલાસો
ભારતમાં સર્જરી બાદ દર વર્ષે ચેપની ઝપેટમાં આવે છે 15 લાખ દર્દી, ICMRના રિપોર્ટમાં ખુલાસો
અમેરિકાના લોસ એન્જલસમાં જંગલની આગમાં અત્યાર સુધી 24નાં મોત, 150  અબજ ડોલરની સંપત્તિ થઇ રાખ
અમેરિકાના લોસ એન્જલસમાં જંગલની આગમાં અત્યાર સુધી 24નાં મોત, 150 અબજ ડોલરની સંપત્તિ થઇ રાખ
Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, કમિન્સના રમવા પર સસ્પેન્સ
Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, કમિન્સના રમવા પર સસ્પેન્સ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
Embed widget