ગાંધીનગરમાં PSY ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા, 27 જેટલા ઠેકાણે આઈટીની ટીમ ત્રાટકી
બંકીમ જોશી,નિલય દેસાઈ અને વિક્રાંત પૂરોહિત સહિતના કંપનીના ભાગીદારોના 27 જેટલા ઠેકાણા પર આયકર વિભાગની ટીમે તપાસ કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
Income Tax Department Raids in Gandhinagar: માર્ચ એન્ડિંગ આવે તે પહેલા જ ઈન્કમ ટેક્સ વિભાગે રાજ્યમાં સર્વે અને સર્ચની કાર્યવાહી તેજ કરી છે. ગઈકાલથી વડોદરાના વોર્ડ વિઝર્ડ કંપની પર છાપેમારી શરૂ થઈ. તો આજે ગાંધીનગરમાં ઈન્કમ ટેક્સે કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરના સેક્ટર આઠ અને 21 સહિતના વિસ્તારોમાં ઈન્કમટેક્સ વિભાગના 100 અધિકારીઓની ટીમે પીએસવાય ગ્રુપના ઠેકાણા પર સર્વે અને સર્ચની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરી છે.
બંકીમ જોશી,નિલય દેસાઈ અને વિક્રાંત પૂરોહિત સહિતના કંપનીના ભાગીદારોના 27 જેટલા ઠેકાણા પર આયકર વિભાગની ટીમે તપાસ કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જો કે શરૂઆતના સર્વે બાદ સર્ચ કરાતુ હોય છે. અને તેમાં શું શું બિનહિસાબી કે બેનંબરી લોકર કે સંપત્તિ મળે છે તે કહેવું હાલ મુશ્કેલ છે.
આવકવેરા વિભાગે દેશના કરોડો કરદાતાઓને જાણ કરી છે કે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ત્રણ દિવસ સુધી સેવા આપવામાં આવશે નહીં. 3જીથી 5મી ફેબ્રુઆરી દરમિયાન મેન્ટેનન્સના કારણે પોર્ટલ બંધ કરવામાં આવ્યું હતું. આના કારણે કરદાતાઓ માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કોઈ સેવા ઉપલબ્ધ રહેશે નહિં.
આવકવેરા વિભાગે ટ્વિટ કરીને માહિતી આપી
તેના સત્તાવાર X હેન્ડલ પર અપડેટ કરતી વખતે, આવકવેરા વિભાગે માહિતી આપી છે કે, મેઇન્ટેઇનન્સના કારણે , કરદાતાઓ 3 ફેબ્રુઆરી, 2024 ના રોજ બપોરે 2 વાગ્યાથી 5 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી ઈ-ફાઈલિંગ પોર્ટલનો ઉપયોગ કરી શકશે નહીં.
આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે આવકવેરા રિટર્ન ફોર્મ 2, 3 અને 5ને સૂચિત કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 31 જાન્યુઆરી 2024 ના રોજ આ ફોર્મ્સની સૂચના જારી કરી છે. જ્યારે ITR ફોર્મ 1 અને 6 વિભાગ દ્વારા પહેલાથી જ સૂચિત કરવામાં આવ્યું છે.
50 લાખથી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ માટેનું ITR ફોર્મ-1 ડિસેમ્બર 2023માં જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે ITR ફોર્મ-6 સૂચિત કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે CBDT દર વર્ષે નવું ITR ફોર્મ બહાર પાડે છે. આમાં, કરદાતાઓએ તેમની આવકના સ્ત્રોતથી લઈને કપાત વગેરે સુધીના ઘણા વ્યવહારો વિશે માહિતી દાખલ કરવી પડશે. આ વર્ષે જાહેર કરાયેલા આવકવેરા ફોર્મમાં અલગ-અલગ કપાતની માહિતી પણ નોંધવામાં આવી છે. આના દ્વારા, આવકવેરા વિભાગે પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં પગલાં લીધાં છે. આ તમામ ફોર્મ 1 એપ્રિલ, 2024થી લાગુ થશે.