શોધખોળ કરો

Jamnagar : કોવિડ હોસ્પિટલમાં શારીરિક સંબંધ માટે એટેન્ડન્ટ યુવતી પર દબાણનો આક્ષેપ, રૂપાણી સરકારે શું આપ્યો આદેશ?

કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટ પાસે સુપરવાઈઝર સંબંધ રાખવા દબાણ કરતા હોવાનો એક યુવતીએ આક્ષેપ કર્યો હતો.  જે યુવતી સંબંધ રાખવા ઈન્કાર કરે તેને નોકરીમાંથી દૂર કરવામાં આવે  છે, તેઓ આક્ષેપ એટેન્ડન્ટ યુવતીએ લગાવ્યો હતો. સુપરવાઇઝરો અઘટિત માગણી કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.

ગાંધીનગરઃ કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટ પાસે સુપરવાઈઝર સંબંધ રાખવા દબાણ કરતા હોવાનો એક યુવતીએ આક્ષેપ કર્યો હતો.  જે યુવતી સંબંધ રાખવા ઈન્કાર કરે તેને નોકરીમાંથી દૂર કરવામાં આવે  છે, તેઓ આક્ષેપ એટેન્ડન્ટ યુવતીએ લગાવ્યો હતો. સુપરવાઇઝરો અઘટિત માગણી કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. તાજેતરમાં જ એટેન્ડન્ટ યુવક યુવતીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. કોવિડ હોસ્પિટલની આ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને ન્યાયિક તપાસ પાસે કમિટી બનાવી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

જામનગરની કોવિડ હોસ્પિટલની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભે સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડાશે નહીં. કસૂરવાર સામે કડક કાર્યવાહી કરાશે, તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.  ઘટનાની ન્યાયિક તપાસ માટે સ્થાનિક કક્ષાએ કમિટિ બનાવી તપાસ કરવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યા છે. 

ગૃહ રાજ્ય મંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ ( ASP) અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે. 

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજયભરમાં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જ્યાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહીં અને કોઇને પણ છોડશે નહીં. કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો પણ કરી દેવાયા છે. 

અટેન્ડન્ટ તરીકે કામ કરતી યુવતીઓએ જ્યારે ફરજ પર હતી ત્યારે તેમણે સતામણી અંગે કોઈ ફરિયાદો કે આક્ષેપો કર્યા નહોતા. નોકરીમાંથી છૂટા થયા બાદ આક્ષેપો કર્યા છે. મહિલા એટેન્ડન્ટ દ્વારા કરાયેલા આક્ષેપોમાં કોઈ સુપરવાઈઝરનું નામ લેવાયું નથી. એટેન્ડન્ટ તરફથી તેઓને હજી સુધી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ મળી નથી છતાં પણ તપાસ કરી પગલા લેશું, તેમ જામનગર કોવીડ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડોકટર ધર્મેશ વસાવડાએ જણાવ્યું હતું. બાકી પગારની ચૂકવણી બેંક એકાઉન્ડ વેરિફાઈની કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થતા જ બાકી પગારની ચૂકવણી કરી દેવાશે, તેમ ઇન્ચાર્જ અધિક્ષકે જણાવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Embed widget