Syrup Scam: સિરપકાંડ બાદ સફાળી જાગી રાજય સરકાર, આયુર્વેદિક સિરપના વેચાણ માટે લાઇસન્સ થઈ શકે છે ફરજિયાત
Syrup Scam:ખેડા જિલ્લા ઝેરી સિરપકાંડ બાદ સરકાર એક્શનમાં આવી હતી.
Syrup Scam: ખેડા જિલ્લા ઝેરી સિરપકાંડ બાદ સરકાર એક્શનમાં આવી હતી. મળતી જાણકારી અનુસાર હવે આયુર્વેદિક દવા, સિરપના વેચાણ માટે લાઇસન્સ લેવું ફરજિયાત કરવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી છે. હાલ આયુર્વેદક દવા અથવા સિરપનું વેચાણ કરવું હોય તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાઇસન્સની કોઈ જરૂર હોતી નથી. આયુર્વેદિક દવા કે સિરપનું મંજૂરી વિના વેચાણ કરી શકાય છે.
આ કારણોસર આયુર્વેદિક સિરપમાં મિથાઈલ આલ્કોહોલ ભેળવીને વેપાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ પાનના ગલ્લાથી માંડી કરિયાણાની દુકાન પર આ ઝેરી સિરપનું વેચાણ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ખેડા સિરપકાંડમાં આઠ લોકોના મોત થયા હતા જેના કારણે સરકાર સફાળી જાગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, નશાબંધી-આબકારી વિભાગના અધિકારીઓની એક્સપર્ટ કમિટીની બેઠક મળી હતી જેમાં આ મુદ્દે ચર્ચા કરાઇ હતી. એક્સપર્ટ કમિટિએ કેંદ્રીય આયુષ મંત્રાલયને પણ ભલામણ કરી છે.
નોંધનીય છે કે ખેડા જિલ્લામાં થયેલા સિરપ કાંડમાં અત્યાર સુધી કુલ 6 વ્યક્તિઓનું મોત થયા છે. ખેડાના નડિયાદમાં સિરપકાંડ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા પકડાયેલો આરોપી રાજદીપસિંહ વાળા પહેલા ચાંગોદર સ્થિત ભરત નકુમની ફેક્ટરીમાં કરતો હતો. ભરત નકુમ દ્વારા ચાંગોદરમાં ડુપ્લિકેટ સિરપ બનાવવામા ફેકટરી નાંખવામાં આવી હતી. આ ફેકટરીમાં મેનેજર તરીકે રાજદીપ સિંહ વાળા નોકરી કરતો હતો.
ભરત નકુલની ફેક્ટરી માંથી નડિયાદના સિરપકાંડનો મુખ્ય આરોપી યોગેશ સિંધી સીરપનો જથ્થો મંગાવતો હતો યોગશ સિધી ભરત નકુમ પાસેથી સિરપ મંગાવતો હતો અને રાજદીપ સિંહ સાથે સંપર્કમાં હતો. રાજદીપસિંહે ભરત નકુમને ત્યાંથી છૂટા થઈને યોગેશ સિંધીનો સંપર્ક કર્યો. યોગેશ સિંધી અને રાજદીપસિંહ વાળાએ મળીને સીરપ બનવાની ફેકટરી નાખવાનું નક્કી કર્યું. રાજદીપ સfરપ બનવાની ફોર્મ્યુલા અને પેકેજીંગ માટેની મશીનરીના જાણકાર હતો.
યોગેશ સિંધીએ પોતાની ફેકટરી સ્થાપી અને રાજદીપસિંહ સમગ્ર સંચાલન કરતો હતો. જે આરોપીની સિરપ કાંડમાં પણ કેમિકલ આપ્યું હોવાનું સામે આવતા ખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા રાજદીપ સિંહ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે.