શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની કરાઈ વરણી, જાણો
સંઘપ્રદેશ દીવ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામા આવી હતી.
દીવ: સંઘપ્રદેશ દીવ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામા આવી હતી. જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમવાર મહિલા પ્રમુખ તરીકે અમૃતાબેન અમરત લાલની તો ઉપ પ્રમુખ તરીકે શશીકાંતભાઈ સોલંકીની વરણી કરવામા આવી છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 8માંથી 5 બેઠકો પર જીત મેળવી ભાજપે ફરી સત્તા મેળવી હતી. ત્રણ બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. પ્રથમ વખત મહિલા પ્રમુખ બન્યા છે. હાલમાં જ દીવ જિલ્લા અને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.
ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
જેમા ભાજપ વનાકબારા બેઠક નાઅમૃતા બેન અમરત લાલ ને જિલ્લા પ્રમુખ તરીકે સર્વાનુ મતે ચૂંટી કઢાયા છે. દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પ્રમુખ તરીકેની બેઠક સ્ત્રી અનામત હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement