શોધખોળ કરો

Gai Gohri Utsav: દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ગાય ગોહરી ઉત્સવની કરાઇ ધામધૂમથી ઉજવણી

દાહોદમાં આજે નવા વર્ષના દિવસે આદિવાસી સમાજ દ્વારા ગાય ગોહરીના ઉત્સવને અનોખી રીતે ઉજવવામાં આવે છે. જેને પરંપરાગત આજે પણ ઉજવવામાં આવ્યો હતો.

Gai Gohri Parva, Dahod News: દાહોદમાં આજે ગાય ગોહરી ઉત્સવની ધામધૂમથી ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી, આદિવાસી સમાજ આ પર્વને લઇને અગાઉથી બજારમાં જોરદાર ખરીદી કરી હતી, અને આજે પોતાની ગાયોને શણગારીને રસ્તાં પર દોડાવીને ગાય ગોહરી ઉત્સવને ઉજવ્યો હતો. ખાસ વાત છે કે, આ તહેવારના એક દિવસ અગાઉ આદિવાસી સમાજ દ્વારા ગાયોને શણગારવા લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. 

દાહોદમાં આજે નવા વર્ષના દિવસે આદિવાસી સમાજ દ્વારા ગાય ગોહરીના ઉત્સવને અનોખી રીતે ઉજવવામાં આવે છે. જેને પરંપરાગત આજે પણ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવ દરમિયાન રસ્તાં પર ગાયોને દોડાવવામાં આવે છે, અને લોકો ગાયને દંડવત પ્રણામ કરીને તેની નીચે સૂઇ જાય છે, આ પછી ગાયો સૂતેલા લોકો પરથી પસાર થાય છે. ગાય સાથે વર્ષ દરમિયાન કરેલી ભૂલોના પ્રાયશ્ચિતને લઈને આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. દાહોદના ગરબાડા ગાંગરડીમાં ગાય ગોહરીના ઉત્સવને મોટી સંખ્યામાં અને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Gai Gohri Utsav: દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ગાય ગોહરી ઉત્સવની કરાઇ ધામધૂમથી ઉજવણી

એક દિવસ અગાઉ બજારમાં કરવામાં આવે છે ગાય માટે ખરીદી -
આદિવાસી બહુમતી ધરાવતો દાહોદ જિલ્લો આદિવાસી સમાજમાં દિપાવલી અને હોળીના તહેવારનો મુખ્ય મહત્વ છે, જ્યારે દીપાવલીના બીજા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે આદિવાસી સમાજ દ્વારા ગાય ગોહરીનો આ ઉત્સવ મનાવતા હોય છે. ગ્રામજનો ગાયને દંડવત પ્રણામ કરીને સૂઇ જાય છે. તેમના ઉપરથી ગાયો પસાર થતી હોય છે. જેમના પરથી ગાયોના ધણને પસાર કરવામાં આવે છે જેને ગાય ગોહરી પડી એવું કહેવામાં આવે છે. એક દિવસ પૂર્વે ગાયને સુંદર રીતે શણગારવામાં આવતી હોય છે ગાયને સુંદર રીતે નવડાવી તેના ઉપર અવનવા અલગ-અલગ કલર કરી શણગારવામાં આવતી હોય છે, ત્યારબાદ ગળામાં મોરિંગા મોરપીંછ પગમાં ઘૂઘરા મહેંદી ગળામાં ગૂગરાથી ગાયને સુંદર રીતે શણગારવામાં આવે છે, આમ એક ગાય પાછળ 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ અહીંના ખેડૂતો કરતા હોય છે અને નવા વર્ષના દિવસે ગાય ગોહરી પાડવામાં આવે છે  

આદિવાસી સમાજ દ્વારા ગાય ગોરી ગાહોરી ધામધૂમ થી ઉજવવા માટે બજારમાંથી ચીજ વસ્તુઓ ખરીદતા પણ નજરે પડ્યા. તેને લઈને શહેરના રાવળ વાડ સમાજ દાવર નેતાજી બજાર સહિત બજારોમાં ગાયને શણગાર કરવા માટે વપરાતી ચીજવસ્તુઓની દુકાન પર ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકોની ભીડ દાહોદમાં જોવા મળી હતી રાવળ વાડ સમાજ દાવર ગાયને શણગારવા માટેનો સામાન તૈયાર કરતો હોય છે, જે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં જતો હોય છે. આમ આદિવાસી સમાજ દ્વારા ગાય ગોરી પર્વને લઇને લાખો રૂપિયાના ખર્ચો ગાયને શણગાર કરવામાં કરતા હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?

EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’

'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી

ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel:ભરતીને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય | 22-3-2025Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારની ચેતવણી
રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યા પર થશે  ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતી

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન

World Water Day: કયા દેશમાં મળે છે સૌથી સ્વચ્છ પીવાનું પાણી, કયા ક્રમે છે ભારત?

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

Embed widget