Gay Gohri Parva: દાહોદમાં ગાય ગોહરી તહેવારને લઇને તૈયારીઓ, ખેડૂતો કરી રહ્યાં છે મોટો ખર્ચ
દાહોદમાં ગાય ગોહરી પર્વની ઉજવણીને લઇને જબરદસ્ત માહોલ જામ્યો છે, હાલમાં ખેડૂતો અને આદિવાસી સમાજ આ પર્વને લઇને બજારમાં જોરદાર ખરીદી કરી રહ્યાં છે.
Gay Gohri Parva, Dahod News: દાહોદમાં ગાય ગોહરી પર્વની ઉજવણીને લઇને જબરદસ્ત માહોલ જામ્યો છે, હાલમાં ખેડૂતો અને આદિવાસી સમાજ આ પર્વને લઇને બજારમાં જોરદાર ખરીદી કરી રહ્યાં છે. દાહોદમાં દીપાવલી પર્વ બાદ નવા વર્ષના દિવસે આ ગાય ગોહરીનો તહેવાર ઉજવાય છે. આ તહેવારના એક દિવસ અગાઉ આદિવાસી સમાજ દ્વારા ગાયોને શણગારવા લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે.
આદિવાસી બહુમતી ધરાવતો દાહોદ જિલ્લો આદિવાસી સમાજમાં દિપાવલી અને હોળીના તહેવારનો મુખ્ય મહત્વ છે, જ્યારે દીપાવલીના બીજા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે આદિવાસી સમાજ દ્વારા ગાય ગોહરીનો આ ઉત્સવ મનાવતા હોય છે. ગ્રામજનો ગાયને દંડવત પ્રણામ કરીને સૂઇ જાય છે. તેમના ઉપરથી ગાયો પસાર થતી હોય છે. જેમના પરથી ગાયોના ધણને પસાર કરવામાં આવે છે જેને ગાય ગોહરી પડી એવું કહેવામાં આવે છે. એક દિવસ પૂર્વે ગાયને સુંદર રીતે શણગારવામાં આવતી હોય છે ગાયને સુંદર રીતે નવડાવી તેના ઉપર અવનવા અલગ-અલગ કલર કરી શણગારવામાં આવતી હોય છે, ત્યારબાદ ગળામાં મોરિંગા મોરપીંછ પગમાં ઘૂઘરા મહેંદી ગળામાં ગૂગરાથી ગાયને સુંદર રીતે શણગારવામાં આવે છે, આમ એક ગાય પાછળ 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ અહીંના ખેડૂતો કરતા હોય છે અને નવા વર્ષના દિવસે ગાય ગોહરી પાડવામાં આવે છે
આદિવાસી સમાજ દ્વારા ગાય ગોરી ગાહોરી ધામધૂમ થી ઉજવવા માટે બજારમાંથી ચીજ વસ્તુઓ ખરીદતા પણ નજરે પડ્યા. તેને લઈને શહેરના રાવળ વાડ સમાજ દાવર નેતાજી બજાર સહિત બજારોમાં ગાયને શણગાર કરવા માટે વપરાતી ચીજવસ્તુઓની દુકાન પર ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકોની ભીડ દાહોદમાં જોવા મળી હતી રાવળ વાડ સમાજ દાવર ગાયને શણગારવા માટેનો સામાન તૈયાર કરતો હોય છે, જે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં જતો હોય છે. આમ આદિવાસી સમાજ દ્વારા ગાય ગોરી પર્વને લઇને લાખો રૂપિયાના ખર્ચો ગાયને શણગાર કરવામાં કરતા હોય છે