શોધખોળ કરો

ગુજરાત સરકારના કોરોનાનો ભોગ બનેલા કયા મંત્રીને અમદાવાદ હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ?

ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગત રવિવારે કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ તેવો ધ્રોલ નિવાસ સ્થાને હોમઆઈસોલેટ હતા. આજે સવારે રાઘવજી પટેલેને અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમાં ખસેડાયા  છે.

જામનગરઃ ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગત રવિવારે કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ તેવો ધ્રોલ નિવાસ સ્થાને હોમઆઈસોલેટ હતા. આજે સવારે રાઘવજી પટેલેને અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા  છે. વિશેષ કાળજી અને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર જયેન્દ્ર પટેલે તબિયત સારી હોવાનું જણાવ્યું છે. 

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે. 

બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા  કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.

દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. વધતા મામલા અનેક દિવસોથી બ્રેક લાગી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 7498 કેસ નોંધાયા છે અને 29 લોકોના મોત થયા છે.

ગઇકાલની સરખામણીએ આજે કેસમાં વધારો થયો છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના નવા 5760 કેસ નોંધાયા હતા અને 30 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ આજે આંકડો 7498 પર પહોંચ્યો છે. દિલ્હીમાં સંક્રમણનો દર 10.59 ટકા નોંધાઇ રહ્યો છે અને એક્ટિવ કેસ 38315 પર પહોચી ગયા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર 56737 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.  અગાઉની સરખામણીએ કેટલાક દિવસોથી સતત ટેસ્ટિંગ જરૂર થોડા થયા છે પરંતું સંક્રમણ દરમાં ઘટાડો થવાથી સારા સંકેત આપી રહ્યા છે. દિલ્હી સરકારનું માનવું છે કે હવે કોરોનાની પીક પસાર થઇ ગઇ છે અને આવનારા દિવસોમાં કેસમાં હજુ ઘટાડો થશે.

સરકારના આંકડા અનુસાર 15420 કોરોના બેડમાંથી હવે ફક્ત 2137 ભરેલા છે. એવામાં 13 હજારથી વધુ બેડ ખાલી છે. આવતીકાલ ડીડીએમએની એક મહત્વની બેઠક છે. આ બેઠકમાં કેટલાક નિયંત્રણો હટાવવા પર વિચાર થઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget