ફ્રાન્સનાં પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ શિક્ષણ અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ ભાગ લીધો
ફ્રાન્સનાં પેરિસ ખાતે સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ શિક્ષણ અંગેની મહત્વની ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ રહી છે . જેમાં તમામ સભ્ય દેશોના ડેલીગેટ, તજજ્ઞો સહિત શિક્ષણવિદોને આમંત્રિત કરાયા હતા.

વર્તમાન સમયમાં પર્યાવરણ માટે આખું વિશ્વ ચિંતિત છે ત્યારે ફ્રાન્સનાં પેરિસ ખાતે સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ શિક્ષણ અંગેની મહત્વની ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ રહી છે . જેમાં તમામ સભ્ય દેશોના ડેલીગેટ, તજજ્ઞો સહિત શિક્ષણવિદોને આમંત્રિત કરાયા હતા.
ફ્રાન્સ ખાતેની સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટનાં કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી પણ ભાગ લીધો હતો. પર્યાવરણ શિક્ષણ અંગેની મહત્વની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ તારીખ 29થી 2 જૂન સુધી યોજાશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ વિશ્વનાં 180 દેશો ભાગ લેશે, સરકારી પ્રતિનિધિ, વિવિધ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પ્લાસ્ટિક, કાર્બન વેસ્ટ, પ્રદુષણ સહિતની સમસ્યાઓને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે ત્યારે એન્વાયરમેન્ટ એજ્યુકેશન ખૂબ મહત્વનું છે. વિશ્વના 180 દેશ આ અંગે ચિંતન અને સંવાદ કરી ઉકેલ તરફ આગળ વધી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
