Gujarat Monsoon: ધરતીપુત્રો માટે રાહતના સમાચાર, રાજ્ય પર વરસાદી ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયું સક્રિય
Gujarat Rain: આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ક્યાક હળવા તો ક્યાક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
Gujarat Monsoon Update: ધરતીપુત્રો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર એક વરસાદી ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ક્યાક હળવા તો ક્યાક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ આગાહી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.
હવામાન અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું, હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની કે માછીમારો માટેની કોઈ વોર્નિંગ કે એલર્ટ આપવામાં આવ્યા નથી. ગુજરાતમાં સિઝનનો 24 ટકા વધુ વરસાદ થયો છે. આવતીકાલે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 23, 2023
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. મધ્યપ્રદેશ માથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.