શોધખોળ કરો

Gujarat: શક્તિસિંહની એન્ટ્રી બાદ ભરતી મેળો શરૂ, આ ત્રણ જિલ્લાના આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે

શક્તિસિંહ ગોહિલની ગુજરાતની રાજકારણમાં ફરી એન્ટ્રી થતાં જ હવે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે.

Gujarat: ગુજરાતમાં ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસ પાર્ટીએ પણ આગામી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ કેન્દ્રીય નેતા શક્તિસિંહ ગોહિલને ગુજરાતમાં કોંગ્રેસની કમાન સોંપાઇ છે, શક્તિસિંહ ગોહિલની ગુજરાતની રાજકારણમાં ફરી એન્ટ્રી થતાં જ હવે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસમાં નવા નેતાઓની અવરજવર શરૂ થઇ ગઇ છે. હાલમાં ત્રણ જિલ્લામાંથી આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યો છે. સુત્રો અનુસાર, રાજ્યમાં ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લાના આપના 20થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યો છે, આ નેતાઓમાં આપના જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના નાના મોટા નેતાઓ અને સામાજિક અગ્રણીઓ સામેલ છે. 

લોકસભા ચૂંટણી 2024, અત્યાર સુધીમાં થયેલા તમામ સર્વેમાં કોની સરકાર બનવાનો અંદાજ - 

આગામી લોકસભા ચૂંટણી 2024 માટે, કોંગ્રેસ, TMC સહિત 24 વિરોધ પક્ષોએ NDAનો સામનો કરવા માટે INDIA ગઠબંધનની રચના કરી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન પણ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે, અત્યાર સુધી ઘણી ચેનલોએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીની બેઠકોને લઈને સર્વે હાથ ધર્યો છે. ત્રણ મહત્વપૂર્ણ સર્વેના પરિણામો દ્વારા જાણો, NDA-INDIA ગઠબંધનમાં કોણ આગળ છે, કોને કેટલી સીટો મળવાની ધારણા છે? જો ત્રણેય સર્વેક્ષણો પર નજર કરીએ, તો નવીનતમ સર્વે ટાઇમ્સ નાઉ ઇટીજીનો છે, જે 15 જૂનથી 13 ઓગસ્ટની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર એનડીએ અને INDIAના ગઠબંધનના વોટ શેરમાં માત્ર બે ટકાનો તફાવત જોવા મળ્યો છે. ત્રણેય સર્વે દ્વારા જાણીએ કે ચૂંટણીના મતદાનમાં કોને ફાયદો થવાની ધારણા છે અને કોની હાર થવાની છે?

ટાઈમ્સ નાઉ ETG સર્વેનો અંદાજ?

આ સપ્તાહની શરૂઆતમાં જાહેર કરાયેલા આ સર્વે અનુસાર એનડીએને 296થી 326 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી INDIA ગઠબંધનને 160 થી 190 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે YRCP પાર્ટીને 24 થી 25 બેઠકો, BJDને 12 થી 14 બેઠકો, BRSને 9 થી 11 બેઠકો અને અન્યને 11 થી 14 બેઠકો મળવાની ધારણા છે. એકલા ભાજપની વાત કરીએ તો પાર્ટીને 288 થી 314 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 62થી 80, AAPને 5-7, TMCને 22-24 બેઠકો મળી શકે છે.

કોને કેટલો વોટ શેર?

એનડીએ - 42.60 ટકા

INDIA - 40.20 ટકા

YSRCP - 2.67 ટકા

બીજેડી - 1.75 ટકા

BRS - 1.15 ટકા

અન્ય - 11.63 ટકા

Gujarat: શક્તિસિંહની એન્ટ્રી બાદ ભરતી મેળો શરૂ, આ ત્રણ જિલ્લાના આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે

ઇન્ડિયા ટીવી સીએનએક્સ સર્વેમાં કોને કેટલી સીટો મળી ?

ઈન્ડિયા ટીવીનો આ સર્વે ઈન્ડિયા એલાયન્સની રચના પછી કરવામાં આવ્યો છે, જેના પરિણામો જુલાઈના અંતમાં જાહેર કરવામાં આવ્યા હતા. સર્વેના આંકડા અનુસાર, NDAને કુલ 543 બેઠકોમાંથી 318 બેઠકો, વિપક્ષી INDIA ગઠબંધનને 175 બેઠકો અને અન્યને 50 બેઠકો મળવાનો અંદાજ છે. વોટ શેર જોતા એ વાત સામે આવી છે કે બીજેપીને આગામી 42.5 ટકા વોટ મળશે. જ્યારે INDIA એલાયન્સને 24.9 ટકા વોટ શેર અને અન્યને 33 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે.

ઈન્ડિયા ટુડેનો સર્વે શું કહે છે?

ઈન્ડિયા ટીવીનો મૂડ ઓફ ધ નેશન સર્વે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવ્યો હતો. જે મુજબ, એનડીએને 298 બેઠકો, યુપીએ (INDIA ગઠબંધનની રચના થઈ ન હતી) 153 બેઠકો અને અન્યને 92 બેઠકો મળવાનો અંદાજ હતો. ભાજપને પોતાના દમ પર 284 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને 68 અને અન્યને 191 બેઠકો મળી શકે છે.

વોટ શેર?

એનડીએ - 43 ટકા

યુપીએ - 30 ટકા

ભાજપ - 39 ટકા

કોંગ્રેસ - 22 ટકા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
Advertisement

વિડિઓઝ

Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેલવે સેવા થઈ પ્રભાવિત, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : જમીનનું વળતર સારું મળવાના સંકેત
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ જંતુ
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓએ કેટલા લૂંટ્યા?
Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget