શોધખોળ કરો

Dwarka Rain: ખંભાળિયામાં 7 ઇંચ વરસાદ ખાબકતા સિંહણ ડેમ ઓવરફ્લો, 8 ગાયો પાણીમાં તણાઈ

Dwarka Rain: દ્વારકા વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ખંભાળિયામાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે. તિરુપતિ સોસાયટી અને યોગેશ્વર નગરને જોડતા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

Dwarka Rain: દ્વારકા વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ખંભાળિયામાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે. તિરુપતિ સોસાયટી અને યોગેશ્વર નગરને જોડતા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. લોકો માનવ સાંકળ બનાવી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. જીવના જોખમે રસ્તો પસાર કરતા લોકોનો વિડ્યો સામે આવ્યો છે.

ખંભાળિયા પંથકમાં ધોધમાર  વરસાદ વરસતા ધસમસતા વરસાદી પાણીમાં ગાયો તણાઈ છે. બેઠક રોડ વિસ્તારમાં સ્થાનિક નદીમાં  પુર આવતા 8 જેટલી ગાયો તણાઈ. ગાયોને બચાવવા એનિમલ કેર ગૃપ તેમજ તંત્ર દોડી આવ્યું હતું અને 4 જેટલા પશુધનને બચાવી લેવાયા હતા. દ્વારકામાં મેઘો અનરાધાર વરસવાથી  સિંહણ ડેમ ઓવરફલો થયો છે. ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તાર  તથા આસપાસના ગામોને પાણીનો પ્રશ્ન હલ થયો છે. ખંભાળિયા નજીકનો સિંહણ ડેમ 22 ફૂટ ભરાઈ જતા ઓવરફ્લો થતા નયન રમ્ય દૃશ્ય જોવા મળ્યા હતા. 

Dwarka Rain: ખંભાળિયામાં 7 ઇંચ વરસાદ ખાબકતા સિંહણ ડેમ ઓવરફ્લો, 8 ગાયો પાણીમાં તણાઈ

જૂનાગઢમાં આભ ફાટતા શહેરમાં ભયંકર પૂર

 જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. શહેર આખુ બેટમાં ફેરવાયું છે. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ગીરનાર પર્વત ઉપર  8 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.  જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. જૂનાગઢના એસપીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.શહેરના અનેક માર્ગોમાં  લોકો વાહનો સાથે ફસાયા છે. લોકો તળેટી તરફ ન જવા અપીલ કરી છે.ધેોધમાર વરસાદ ખાબકતા  તળેટી પાણી-પાણી થઈ છે.જૂનાગઢના ભૂતનાથ મંદિર નજીકના અનેક મકાનોમાં  પાણી ઘુસી ગયા છે.

શહેરના કાળવા  જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  ઝાંઝરડા રોડ, દોલતપરા, સાબરપુર, ટિંબાવાડી, મધુરમની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. દોલતપરા, ગાંધીધામ, સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જનજીવન અને વાહન વ્યાવહાર પ્રભાવિત થયો છે.વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરમાં ભયંકર પૂર આવ્યું છે.  

જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી

જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે.  જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે. જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જોવા મળી હતી. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget