શોધખોળ કરો

Mahisagar: શાળામાં આચાર્ય દારૂ પીધેલી હાલતમાં હતો, ને અચાનક જિલ્લા શિક્ષણાધિકારી પહોંચી ગયા, ને પછી......

મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી આજે અલગ-અલગ શાળાઓમાં આકસ્મિક તાપસ અર્થે નીકળ્યા હતા,

Mahisagar: શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, મહિસાગરની એક શાળામાંથી ખુદ શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યને નશાની હાલમાં ઝડપી પાડ્યો છે, આ પછી શિક્ષક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ખરેખરમાં, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી આ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર અવનીબા મોરીએ કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં જોવા મળ્યા, આ પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખુદ આ આચાર્યને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

ઘટના એવી છે કે, મહીસાગરના કડાણા તાલુકામાં આવેલી વાછલાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય નશામાં ધૂત ઝડપાયો હતો. મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી આજે અલગ-અલગ શાળાઓમાં આકસ્મિક તાપસ અર્થે નીકળ્યા હતા, જ્યાં કડાણા તાલુકાની વાછલવાડા પ્રાથમિક શાળામાં તેઓ પહોંચતા શાળાના આચાર્ય સરદારભાઈ માલિવાડને સવાલ પૂછ્યા હતા, અને જરૂરી દસ્તાવેજ માગ્યા હતા ત્યારે આચાર્યની આંખો લાલચોળ હોય અને તેઓ ધ્રુજતા હોય જેને લઈ શિક્ષણાધિકારીને શંકા જતા તેને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ડિટવાસ પોલીસ મથકે આ શિક્ષક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ શિક્ષકનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યુ હતુ. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આકસ્મિક શાળાની મુલાકાતોને લઈ અને ગુલ્લીબાજ શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે
         
આ ઘટના અંગે ડીવાયએસપી જણાવ્યું કે, મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરીએ આજે કડાણા તાલુકાની સ્કૂલની વિઝીટમાં હતા આ દરમિયાન વાછલાવાડા પ્રાથમિક શાળામાં મુલાકાતે ગયેલા, ત્યારે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સરદાર માલિવાડ કેફી પીણાની અસર હેઠળ જણાતા, તેમને લઈને ડિટવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. સરદાર માલીવાડને મેડિકલ તપાસણી કરી તેમના વિરુદ્ધ પ્રોહીબિશન કેફી પીણું પીવા અંગેનો ગુન્હો દાખલ કરેલો છે અને આ તાપસ ચાલુ છે.

મહીસાગરની દીકરીનો જર્મનીમાં કમાલ

મહીસાગરમાંથી એક મોટી સિદ્ધિ ગુજરાતને મળી છે, કહેવાય છે ને કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, આ વાક્યને મહીસાગરની મનો દિવ્યાંગ દીકરીએ સાર્થક કર્યું છે. ખરેખરમાં, મહીસાગર જિલ્લાની મનો દિવ્યાંગ દીકરીએ વિશ્વ સ્તર પર ફૂટબૉલની રમતમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે. આ દીકરીએ સ્પેશ્યલ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લાની મનો દિવ્યાંગ દીકરી મછાર રાધાબેને જર્મનીમાં રમાઇ રહેલી સ્પેશ્યલ ઓલિમ્પિક ગેમ્સમાં ફૂટબૉલની રમતમાં દેશનું નામ રોશન કર્યું છે. ખાનપુર તાલુકાનાં નરોડા જેવા નાનકડા ગામમાંથી આવતી આ ગરીબ ખેડૂત પરિવારની દીકરીએ ફૂટબૉલની રમતમાં વિશ્વ ફલક પર નામનાં મેળવી છે, તેને જબરદસ્ત રમતનું પ્રદર્શન કરતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. આ દરમિયાન કૉચ રમેશભાઈ સોલંકી ખુદ 80 ટકા પોલિયોગ્રસ્ત હોવાં છતા દિવ્યાંગ દિકરીને પ્રોત્સાહિત કરી હતી. રાધાબેન પોતે દિવ્યાંગ હોવા છતા કૉચ રમેશભાઈથી પ્રેરાઈ તેમને ફૂટબૉલ રમતા શીખી અને દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતુ. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં મક્કમ મનોબળ રાખી જીત મેળવી રાધાબેન પોતે અન્ય દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs GT Score Live: સિરાજે કોલકાતાને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો આપ્યો, ગુરબાજને પેવેલિયન મોકલ્યો
KKR vs GT Score Live: સિરાજે કોલકાતાને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો આપ્યો, ગુરબાજને પેવેલિયન મોકલ્યો
ઓસ્ટ્રેલિયા જવા માંગતા ગુજરાતીઓ સહિત ૬ રાજ્યોના વિદ્યાર્થીઓને મોટો ઝટકો, વિઝા પર લગાવ્યા પ્રતિબંધ
ઓસ્ટ્રેલિયા જવા માંગતા ગુજરાતીઓ સહિત ૬ રાજ્યોના વિદ્યાર્થીઓને મોટો ઝટકો, વિઝા પર લગાવ્યા પ્રતિબંધ
Weather Update: અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહો! હવામાન વિભાગની હીટવેવની આગાહી 
Weather Update: અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહો! હવામાન વિભાગની હીટવેવની આગાહી 
વઢવાણના MLA જગદીશ મકવાણા ભુવા પર પૈસા વરસાવતા કેમેરામાં કેદ, Video થયો વાયરલ
વઢવાણના MLA જગદીશ મકવાણા ભુવા પર પૈસા વરસાવતા કેમેરામાં કેદ, Video થયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું દોઢ લાખ કે થશે 60 હજાર?Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેશનની હૉસ્પિટલમાં મોતનું ટ્રાયલ?Surat news: સુરતના ગોડાદરામાં દૂષિત પાણીથી ફેલાયો રોગચાળો, એક યુવકનું મોત થયા રહીશોનો દાવોAhmedabad Murder Case: ચાંગોદરના ચકચારી દેરાણી-જેઠાણી હત્યા કેસનો ભેદ ઉકેલાયો, સામે આવ્યું ચોંકાવનારું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs GT Score Live: સિરાજે કોલકાતાને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો આપ્યો, ગુરબાજને પેવેલિયન મોકલ્યો
KKR vs GT Score Live: સિરાજે કોલકાતાને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો આપ્યો, ગુરબાજને પેવેલિયન મોકલ્યો
ઓસ્ટ્રેલિયા જવા માંગતા ગુજરાતીઓ સહિત ૬ રાજ્યોના વિદ્યાર્થીઓને મોટો ઝટકો, વિઝા પર લગાવ્યા પ્રતિબંધ
ઓસ્ટ્રેલિયા જવા માંગતા ગુજરાતીઓ સહિત ૬ રાજ્યોના વિદ્યાર્થીઓને મોટો ઝટકો, વિઝા પર લગાવ્યા પ્રતિબંધ
Weather Update: અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહો! હવામાન વિભાગની હીટવેવની આગાહી 
Weather Update: અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહો! હવામાન વિભાગની હીટવેવની આગાહી 
વઢવાણના MLA જગદીશ મકવાણા ભુવા પર પૈસા વરસાવતા કેમેરામાં કેદ, Video થયો વાયરલ
વઢવાણના MLA જગદીશ મકવાણા ભુવા પર પૈસા વરસાવતા કેમેરામાં કેદ, Video થયો વાયરલ
ઉદ્ધવ-રાજ ઠાકરે એક થાય તો મહારાષ્ટ્રમાં ભૂકંપ? ભાજપને ફાયદો કે નુકસાન? રાજકારણમાં નવો યુગ…..
ઉદ્ધવ-રાજ ઠાકરે એક થાય તો મહારાષ્ટ્રમાં ભૂકંપ? ભાજપને ફાયદો કે નુકસાન? રાજકારણમાં નવો યુગ…..
જામનગરમાં એરફોર્સના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
જામનગરમાં એરફોર્સના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન પર MNSનું મોટું નિવેદન, 'રાજ ઠાકરે ખુદ.... '
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન પર MNSનું મોટું નિવેદન, 'રાજ ઠાકરે ખુદ.... '
Accident: ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ, ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, 2નાં મોત, 17 ઘાયલ
Accident: ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ, ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, 2નાં મોત, 17 ઘાયલ
Embed widget