શોધખોળ કરો

Dayro: ગુજરાત બહાર ગીતા રબારીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, લોકોના ટોળેટોળા ઉમટ્યા

સોશ્યલ મીડિયા પર ગુજરાતી લોક ગાયક અને લોક કલાકાર ગીતા રબારીના વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે એક ડાયરો કરી રહી છે,

Mumbai Dayro: ગુજરાતની જાણીતી કલાકાર ગીતા રબારીનો ડાયરો ફરીથી ચર્ચામાં આવ્યો છે. ગીતા રબારીએ મુંબઇમાં તાજેતરમાં જ એક ડાયરો યોજ્યો હતો, જ્યાંથી તેની ખાસ તસવીરો સામે આવી છે. ગીતા રબારીના ડાયરામાં ફરીથી રૂપિયાનો વરસાદ વરસ્યો છે. 

હાલમાં સોશ્યલ મીડિયા પર ગુજરાતી લોક ગાયક અને લોક કલાકાર ગીતા રબારીના વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે એક ડાયરો કરી રહી છે, અને આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે. લોકો ગીતા રબારી પર રૂપિયા ઉડાવી રહ્યાં છે. 

માહિતી છે કે, લોક ગાયક ગીતા રબારીનો ગઇકાલે મુંબઇના મીરા રૉડ પર ડાયરો યોજાયો હતો, આ ડાયરો ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવ્યો હતો, જ્યાં લોકોએ ખોબલે ખોબલે કલાકાર ગીતા રબારી પર રૂપિયા વેર્યા હતા, લાખોની કિંમતમાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ખાસ વાત છે કે ગુજરાતી કલાકાર ગીતા રબારીને જોવા અને તેના ડાયરાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ દ્રશ્યો કેમેરામાં કેપ્ચર થઇ ગયા છે. 

કોણ છે ગીતા રબારી?
31-12-1996ના રોજ જન્મેલી 'કચ્છી કોયલ' તરીકે જાણીતી ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે. માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે બે જ ગીત ગાયા છે. રોણા શેરમા અને એકલો રબારી અને બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે એક ગરબાનો આલ્બમ કર્યો છે.

કઈ રીતે કરી શરૂઆત?
મીડિયા સાથે વાત કરતાં ગીતા રબારીએ એકવાર કહ્યું હતુ કે, હું સ્કૂલમાં હતી ત્યારની ગાઉ છું. મારો અવાજ સારો હોવાથી ગામ કે આજુબાજુના ગામમાં કોઈ કાર્યક્રમ હોય મને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં મને થોડાઘણા પૈસા મળી રહેતાં હતા. ધીરે-ધીરે નામના મળતી ગઈ અને હવે હું ગુજરાતના જાણીતા કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામમાં સ્ટેજ શેર કરું છું.'                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Tilak Varma Century: દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Embed widget