Chotaudepur: લ્યો બોલો! છોટાઉદેપુરમાં આ Mr. નટવરલાલે નકલી સરકારી ઓફીસ ઉભી ગ્રાન્ટ પણ લઈ લીધી, સરકારને લગાવ્યો કરોડો ચૂનો
છોટાઉદેપુર: આપણે ઘણીવાર નકલી અધિકારી અને નકલી ખાનગી ઓફીસ વિશે સાંભળ્યું છે પરંતુ હવે ગુજરાતમાંથી એક નકલી સરકારી ઓફીસનો પર્દાફાશ થયો છે. જેમાં લાખો રુપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે.
છોટાઉદેપુર: આપણે ઘણીવાર નકલી અધિકારી અને નકલી ખાનગી ઓફીસ વિશે સાંભળ્યું છે પરંતુ હવે ગુજરાતમાંથી એક નકલી સરકારી ઓફીસનો પર્દાફાશ થયો છે. જેમાં લાખો રુપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. ખોટી સરકારી કચેરી ઊભી કરી ચાર કરોડ પંદર લાખનો સરકારને ચૂનો ચોપડયો છે. "કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી" નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચર્યું હતું. 26/07/2021 થી અત્યારસુધી કુલ 93 કામોનાં રૂ 4,15,54915/ કરોડનું કૌભાંડ આચર્યું હતું. સંદીપ રાજપૂત નામના આરોપીએ આ કૌભાંડ આચર્યું છે. જે બાદ પોલીસને આ અંગે ફરિયાદ કરવામં આવતા આરોપી સંદીપ રાજપૂત સામે કલમ 170,419,465,467,468,471,472,474, 1NS, 20B મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સંદીપ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુરમાં સામે આવેલી નકલી સરકારી ઓફીસની ઘટનાથી ચારેકોર ચકચાર મચી જવા પામી છે.
રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક, પાર્કિંગ સમસ્યા મુદ્દે કોર્ટે પ્રશાસનને ફટકાર લગાવી છે. કોર્ટે સપ્તાહનો સમય આપ્યો છે અને કહ્યું કે જો અઠવાડિયામાં સ્થિતી નહીં બદલાય તો ચાર્જફ્રેમ થશે. કોર્ટે કહ્યું કે, પોલીસ પોતાનું કામ ગંભીરતાથી કરવું જોઈએ. અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે. કાયદાનું પાલન કડક રીતે થવું જોઈ. કામગીરી માત્ર કાગળ પર ચાલી રહી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, બદલાવ નહીં દેખાય તો નહીં ચાલે, સાત નવેમ્બર સુધીમાં કડક કાર્યવાહીના કોર્ટે નિર્દેશ આપ્યો છે. સમસ્યાઓ અંગે હાઈકોર્ટે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
કોર્ટે પોલીસને પણ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસ કે સરકારી અધિકારીઓ કામ ન કરી શકે તે એલાર્મિંગ કહેવાય. મનપાની ટીમને સુરક્ષા આપવા કોર્ટે પોલીસને આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, મનપાના અધિકારીઓ પર હુમલા ન ચલાવી લેવાય. કોર્ટે એવી પણ ટકોર કરી કે કોર્ટના નિર્દેશનું પાલન નથી થતું. જોકે આ મામલે સરકારે કહ્યું કે, નિયમોનું પાલન કરવું એ જનતાની જવાબદારી છે. બીજી બાજુ હાઈકોર્ટે એએમસીના કમિશઅરને સવાલ પૂછ્યા હતા. કોર્ટે કહ્યું કે, તમે શું કરો છો. કોર્ટે પ્રિન્સિપાલ સેક્રેટરીને કહ્યુ, આ કશું નહીં ચલાવી લેવાય. કોર્ટે પોલીસનો ઉધડો લેતા કહ્યું કે, કડક હાથે કામ કરો. કાયદાવિહીન શાસન નહીં ચાલે. પોલીસ અને સૈનિક એકસમાન છે. હાઈકોર્ટે પોલીસને પૂછ્યુ, તમે શું કરી રહ્યા છો?