રાજ્યના DGPને 26 એપ્રિલે રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા સુપ્રીમ કોર્ટનો આદેશ, જાણો શું છે કારણ?
વિસનગરની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મહિલાની અરજીને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના ડીજીપીને 26 એપ્રિલે રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ઘરેલુ હિંસા, દહેજના ત્રાસથી કંટાળીને તેમજ પોતાનું સ્ત્રીધન ગુમાવી બેઠેલી વિસનગરની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મહિલાની અરજીને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.
પત્ની અને બાળકને છોડીને વિદેશ ભાગી ગયેલા પતિ કે તેનું સરનામું શોધવામાં નિષ્ફળ રહેલી ગુજરાત પોલીસની કામગીરી અને રાજ્ય સરકારના વલણ સામે ચીફ જસ્ટીસ ઓફ ઈંડિયાના વડપણવાળી બેંચે સમગ્ર મામલે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
વેસ્ટર્ન ડિસ્ટબન્સને પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસ્યો હતો. જ્યારે બુધવારે અમદાવાદમાં બપોર બાદ વાદળછાયુ વાતાવરણ થઈ ગયુ હતુ અને ધૂળની ડમરી સાથે પવન ફુંકાયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, ભરૂચ, સુરેંદ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે શુક્રવારે આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી માહોલને લઈ રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી આવક બંધ કરાઈ છે. બાગાયતી પાક ઉતારી લેવા અને તૈયાર ખેતપેદાશ અને ઘાસચારો સલામત સ્થળે રાખવા સૂચના અપાઈ છે. તો જામનગર શહેરમાં પણ હળવું ઝાપટું પડ્યું. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદને લઈ કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોને ચિંતા છે કે જો માવઠું પડ્યું તો કેસર કેરીનો પાક લેતા નુકસાની વેઠવી પડશે. પોરબંદર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણને લઈ મગ અને ચોળીના પાકને નુકસાનની ભીતિ છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
