Danta: ગુજરાત મોડેલની વરસી વાસ્તવિકતા, 102 વિદ્યાર્થીઓને બેસવા ઓરડા જ નથી, ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર માસુમ બાળકો
દાંતા: નાની ટુંડાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોની હાલત કફોડી બની છે. જર્જરીત ઓરડામાં શાળાનો સામાન પડી રહે છે જ્યારે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરે છે અથવા ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે.
દાંતા: નાની ટુંડાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોની હાલત કફોડી બની છે. જર્જરીત ઓરડામાં શાળાનો સામાન પડી રહે છે જ્યારે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરે છે અથવા ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી રજૂઆત હોવા છતાં શાળાને ઓરડા ફાળવાયા નથી.
નાની ટુંડાવ પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા ચાર વર્ષથી ખુલ્લામાં અભ્યાસ કરી ગયા છે અથવા તો ગામના મંદિરમાં અભ્યાસ કરી રહ્યા છે. કારણ કે શાળામાં 102 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ ઓરડો છે અને તેમાં પણ શાળાનો સામાન પડી રહે. એટલે વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા જ હોતી નથી. સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં શાળાના ઓરડા નહીં બને તો બાળકો સાથે કલેકટર કચેરીએ ધરણા કરશે. ઓરડાઓની માગણી છે પણ આખરે ઓરડા ન ફાળવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે.
શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ હોય નાની ટુંડાવ પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબુર છે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી વાલીઓ પણ ઓરડા માટે માગણી કરી રહ્યા છે. કારણ કે આજ બાળકો માટે ઓરડા ન હોવાથી તેમને કોઈ ભાડાના મકાનમાં અભ્યાસ કરવો પડે છે અથવા તો મંદિરમાં અભ્યાસ કરવો પડે છે. જોકે ચાર વર્ષથી શિક્ષણ વિભાગે આ વાલીઓની માગણી ન સંતોષતા આખરી મુશ્કેલીઓ તો બાળકોને જ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આજે ડિજિટલ ગુજરાતમાં 102 બાળકો વચ્ચે એક ઓરડો હોય અને એમાં પણ શાળાનું સામાન પડી રહે તો બાળકો કેવી રીતે અભ્યાસ કરી શકે.
સીએમ ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ખોડલધામ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ મંદિર પહોંચ્યા છે. થોડીવારમાં મુખ્યમંત્રી મંદિર ખાતે ધ્વજારોહણ કરશે. આ ઉપરાંત રાજ્યના સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. ખેડૂત અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તમમે જણાવી દઈએ કે, કાગવડના ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. અનાર પટેલ સહિત નવા 40થી વધુ ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઇ ઝાલાવડીયા પણ જોડાશે.. આજે નવા પ્રકલ્પો લેવામાં આવશે. રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે.
ધારાસભ્ય અને ટ્રસ્ટી રમેશ ટીલારા, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત છે. નવા ટ્રસ્ટીમાં આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ, નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડિલા ગ્રુપ સહિત 50 નવા ટ્રસ્ટીઓ જોડાશે. આ અંગે અનાર પટેલે કહ્યું કે, મારા માટે ગૌરવની વાત છે. ખોડલધામ એજ્યુકેશન માટે સૌથી વધુ કામ કરે છે.
લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજી આંગણે રૂડો અવસર આવ્યો છે. રાજકોટ જિલ્લાના ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી તથા ગુજરાતના લેઉવા પાટીદાર ધારાસભ્યો મંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધ્વજા રોહાણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત લોક ડાયરો, યજ્ઞ, ધ્વજારોહણ, સભા અને મહાપ્રસાદનું ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ પણ હાજર છે. તો બીજી તરફ આજે ખોડલધામના નવા ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ખોડલધામના ટ્રસ્ટી તરીકે પસંદગી કરવામાં આવી છે. લેઉવા પાટીદાર સમાજના યુવાનોને ટ્રસ્ટી તરીકે સ્થાન મળ્યું છે.