શોધખોળ કરો

Unseasonal rain: ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, આ દિવસે કમોસમી વરસાદની કરાઇ આગાહી

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહીને લઈ પ્રશાસન એલર્ટ બન્યું છે. ડિઝાસ્ટર વિભાગે ખેડૂતો અને સહકારી મંડળીઓને સૂચના આપી છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ પલળી ન જાય તેની તકેદારી રાખવાની સૂચના આપી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

જો કે આજથી ઠંડીથી થોડી રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજથી તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી સુધી વધશે.. જેથી ઠંડીથી થોડી આંશિક રાહત મળશે. 29 જાન્યુઆરીથી ફરીથી કડકડતી ઠંડી પડશે. રાજ્યમાં બુધવારે નોંધાયેલા ઠંડીના આંકડાની વાત કરીએ તો દસ શહેરોમાં ઠંડીનો પારો દસ ડિગ્રી નીચે નોંધાયો હતો. 5.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતુ. તો રાજકોટમાં 8.7 ડિગ્રી, કેશોદમાં 8.9 ડિગ્રી, પોરબંદરમાં નવ ડિગ્રી, ગાંધીનગરમાં 9.2 ડિગ્રી,વલ્લભવિદ્યાનગરમાં 9.5 ડિગ્રી, ભૂજમાં 9.7 ડિગ્રી, ડીસામાં 9.8 ડિગ્રી, દિવ અને સુરેન્દ્રનગરમાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ અને અમરેલીમાં 10.4 ડિગ્રી તાપમાન તો મહુવામાં 10.6 ડિગ્રી, ભાવનગરમાં 12 ડિગ્રી, વેરાવળમાં 12.4 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, વલસાડમાં 12 ડિગ્રી, દ્વારકામાં 14.1 ડિગ્રી, તો સુરત અને દમણમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Wheat Price Hike: ઘઉં-લોટના વધતા ભાવથી સરકારે આપી મોટી રાહત, જાણો શું લીધો મોટો નિર્ણય

Wheat Prices: ઘઉંના ભાવમાં ચાલી રહેલા વધારાને રોકવા માટે સરકાર તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે FCI ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ખુલ્લા બજારમાં તેના સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે. જથ્થાબંધ અને છૂટક બજારોમાં ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો કરવા માટે FCI આ ઘઉંનું વેચાણ કરશે. લોટની સરેરાશ કિંમત વધીને લગભગ 38 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જે બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

સૂત્રોએ જણાવ્યું કે ખાદ્ય મંત્રાલય ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) હેઠળ ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે. અન્ય ઉપરાંત, ઘઉંનો સ્ટોક ફ્લોર મિલો અને વેપારીઓને વેચવામાં આવશે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ 19 જાન્યુઆરીએ કહ્યું હતું કે ઘઉં અને લોટના છૂટક ભાવમાં વધારો થયો છે અને સરકાર ટૂંક સમયમાં વધતા દરોને નિયંત્રિત કરવા માટે પગલાં લેશે. સચિવે કહ્યું હતું કે એફસીઆઈના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો પૂરતો સ્ટોક છે.

OMSS નીતિ હેઠળ, સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), એક સરકારી માલિકીની એન્ટરપ્રાઈઝને, સમયાંતરે જથ્થાબંધ ગ્રાહકો અને ખાનગી વેપારીઓને પૂર્વ-નિર્ધારિત કિંમતો પર અનાજ, ખાસ કરીને ઘઉં અને ચોખાનું વેચાણ કરવાની મંજૂરી આપે છે. તેનો હેતુ ખાસ અનાજની બંધ સિઝન દરમિયાન તેનો પુરવઠો વધારવાનો અને સામાન્ય ખુલ્લા બજાર ભાવો પર લગામ લગાવવાનો છે. લોટ મિલોએ સરકારને એફસીઆઈ પાસે ઘઉંના સ્ટોકમાંથી અનાજ બજારમાં લાવવાની માંગ કરી હતી.

સ્થાનિક ઉત્પાદનમાં નજીવા ઘટાડા અને કેન્દ્રીય પૂલ માટે એફસીઆઈની પ્રાપ્તિમાં તીવ્ર ઘટાડા બાદ ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્રએ મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતનું ઘઉંનું ઉત્પાદન 2021-22 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં ઘટીને 106.84 મિલિયન ટન થયું હતું જે અગાઉના વર્ષમાં 109.59 મિલિયન ટન હતું જે કેટલાક ઉત્પાદક રાજ્યોમાં હીટવેવની સ્થિતિને કારણે હતું. ગયા વર્ષે આશરે 43 મિલિયન ટનની ખરીદીની સામે આ વર્ષે ખરીદી ઘટીને 19 મિલિયન ટન થઈ છે. વર્તમાન રવિ સિઝનમાં ઘઉંના પાક હેઠળનો વિસ્તાર થોડો વધારે છે. ઘઉંના નવા પાકની ખરીદી એપ્રિલ, 2023થી શરૂ થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Embed widget