શોધખોળ કરો

India-Pak Border: ગુજરાતમાં નહીં પ્રવેશી શકે પાકિસ્તાની માછીમારો, બોર્ડર પર બનાવાશે BSF માટે બંકર

Harami Nala: ગુજરાતના 'હરામી નાળા' વિસ્તારમાં  ભારતીય જવાનો માટે 'કાયમી બંકર' બનાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ઘૂસણખોરી રોકવા માટે આઠ બહુમાળી બંકર કમ સર્વેલન્સ પોસ્ટ બનાવવામાં આવશે.

Harami Nala: ગુજરાતના 'હરામી નાળા' વિસ્તારમાં  ભારતીય જવાનો માટે 'કાયમી બંકર' બનાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ઘૂસણખોરી રોકવા માટે આઠ બહુમાળી બંકર કમ સર્વેલન્સ પોસ્ટ બનાવવામાં આવશે.

India-Pakistan International Border: પ્રથમ વખત, ભારત ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સરક્રીક અને 'હરામી નાળા' વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો માટે 'કાયમી બંકરો'નું નિર્માણ કરી રહ્યું છે. જેની સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે "પાકિસ્તાની માછીમારો દ્વારા આ વિસ્તારમાં ઘૂસણખોરી અને ફિશિંગ બોટ" ને ધ્યાનમાં રાખીને ભુજ સેક્ટરની સાથેના વિસ્તારમાં આઠ બહુમાળી બંકરના નિર્માણ માટે 50 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

અનેક સામે કાર્યવાહી કરવામાં આવી છે

સત્તાવાર માહિતી મુજબ, બોર્ડર સિક્યુરિટી ફોર્સે વર્ષ 2022માં  22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી અને 79 માછલી પકડવા માટેની હોડીમાંથી 250 કરોડ રૂપિયાના હેરોઈન અને 2.49 કરોડ રૂપિયાના ચરસ જપ્ત કર્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે 4,050 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા માર્શી સિરક્રીક વિસ્તારમાં ત્રણ ટાવર બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ (CPWD) 900 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 'હરામી નાલા' વિસ્તારમાં આવા 5 બાંધકામો બનાવી રહ્યું છે.

તેમણે જણાવ્યું  કે , 42-ફીટ ઊંચા બંકરના ઉપરના માળે વિસ્તાર પર નજર રાખવા માટે સર્વેલન્સ સાધનો અને રડાર માટે જગ્યા હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના બે માળમાં 15 સશસ્ત્ર BSF જવાનો માટે જગ્યા હશે જેમાં સ્ટોરેજ પણ બનાવવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બંકરો ક્રીક વિસ્તારના પૂર્વ ભાગના ભારતીય ક્ષેત્ર પર બનાવવામાં આવી રહ્યા છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ફોર્સની એક ટુકડી માર્ચ સુધીમાં સરક્રીક વિસ્તારમાં ત્રણ બંકરોનું બાંધકામ પૂર્ણ કરવા માટે કામ કરી રહેલા કામદારોને સુરક્ષા પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું કે એપ્રિલથી દરિયો ખૂબ અશાંત થઈ જાય છે અને તેના કારણે આ કામકાજ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.

ગયા વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતના સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન આ બંકરો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તત્કાલીન બીએસએફના મહાનિર્દેશક (ડીજી) પંકજ કુમાર સિંહ અને વરિષ્ઠ અધિકારીઓએ રજૂઆત કરી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખાડી વિસ્તાર અને દરિયામાંથી ઘૂસણખોરીની સંભાવના છે અને બીએસએફનું સુરક્ષા નેટવર્ક ત્યાંથી ઘણું પાછળ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,  BSFએ તેને કહ્યું કે તેને સામેના દેશ પર નજર રાખવા માટે એક કાયમી બેઝની જરૂર છે.

ક્રીક વિસ્તાર મુશ્કેલ વિસ્તાર છે અને ત્યાંનું હવામાન પણ ઘણું પ્રતિકૂળ છે. ત્યાં ઝેરી સાપ અને વીંછી જોવા મળે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ખુલ્લા પગે ચાલવું પડે છે કારણ કે ભીના વિસ્તારોમાં પગરખાં પહેરીને ચાલી શકાતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget