શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશભરમાં પોર્ન સાઇટ પર પ્રતિબંધને લઇને મોદી સરકારને પત્ર લખીશુઃ નીતિશ કુમાર
નોંધનીય છે કે ભારતમાં પ્રતિબંધ છતાં પોર્ન વેબસાઇટ ચાલી રહી છે
પટણાઃ બિહારના મુખ્યમંત્રી અને કેન્દ્રની એનડીએ ગઠબંધનના સાથી નીતિશ કુમારે પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, શું તમને યાદ છે કે પોર્ન સાઇટ ચાલે છે. જાણવા મળ્યું છે કે તેમાં છોકરીઓ સાથે જે ખોટા કામ થાય છે એ વેબસાઇટ પર પોસ્ટ કરી દે છે જેનાથી લોકો જુઓ. જેનાથી લોકોની માનસિકતા બગડી રહી છે.
નીતિશ કુમારે કહ્યું કે, પોર્ન વેબસાઇટ પર આવી ચીજો ચલાવવામાં આવે છે અને લોકો તેને જુએ છે. ઇન્ટરનેટના માધ્યમથી બધુ થઇ રહ્યું છે. દુરુપયોગ થઇ રહ્યો છે. અમે લોકોએ નક્કી કરી લીધું છે કે અમે કેન્દ્રની મોદી સરકારને પત્ર લખીશું કે પોર્ન સાઇટથી યુવાઓ પર ખોટી અસર પડી રહી છે જેથી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે. બિહાર સહિત આખા દેશમાં પ્રતિબંધ લગાવવામાં આવે જેથી તે ખોટી ગંદી ચીજો જોઇ ના શકે.
નોંધનીય છે કે ભારતમાં પ્રતિબંધ છતાં પોર્ન વેબસાઇટ ચાલી રહી છે. વર્ષ 2015માં મોદી સરકારે 857 પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આદેશ બાદ ટેલિકોમ કંપનીઓએ આ સાઇટ્સને બેન કરવાની શરૂઆત કરી હતી. જોકે, હજુ પણ અનેક વેબસાઇટ્સ સરળતાથી ખુલે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion