Aliens Video: બ્રાઝિલની પહાડી પર એલિયન્સ દેખાવાનો દાવો, મહિલાએ સોશ્યલ મીડિયા પર શેર કર્યો વીડિયો
બ્રાઝિલમાં કેટલાક લોકોએ ચોંકાવનારો દાવો કર્યો છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, તેમણે ઊંચી ટેકરીઓ પર એલિયન્સ જોયા છે
Aliens Video: બ્રાઝિલમાં કેટલાક લોકોએ ચોંકાવનારો દાવો કર્યો છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, તેમણે ઊંચી ટેકરીઓ પર એલિયન્સ જોયા છે. ડેઈલી મેઈલ અનુસાર, સારા ડેલેતી તેના પરિવાર સાથે ઈલ્હા દો મેલ નામની જગ્યાએ ગઈ હતી. આ દરમિયાન તેને બે વિચિત્ર જીવો જોયા છે. તેણે દાવો કર્યો છે કે આ જીવો એલિયન્સ છે. સારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પહાડી પરના આ વિચિત્ર દેખાતા રહસ્યમય જીવોની તસવીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર તસવીરો આવતાની સાથે જ તે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ડેલી મેલમાં છપાયેલા અહેવાલમાં દલેતીએ જણાવ્યું હતું કે તે પહાડીઓની આટલી ઊંચાઈ સુધી પહોંચવું બિલકુલ શક્ય ના હતું, પરંતુ પહાડી પર ઊભેલા તે બે જીવો હાથ હલાવી રહ્યા હતા. આ રહસ્યમય જીવો પહાડ પર જાણે માનવીઓ પર નજર રાખી રહ્યા હોય તેમ ઉભા હતા. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર જોવા મળતા આ રહસ્યમય જીવોને 10 ફૂટ ઊંચા એલિયન્સ પણ કહેવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સ આ અંગે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોએ એ હકીકત સ્વીકારવાની ના પાડી દીધી છે કે પહાડી પર દેખાતા લોકો એલિયન્સ છે.
પહેલા પણ થયા હતા આવા દાવા
બ્રાઝિલમાં આ પહેલા પણ ઘણી વખત લોકો એલિયન્સ જોયા હોવાનો દાવો કરી ચૂક્યા છે. જો કે બ્રાઝિલના ઈતિહાસમાં પ્રથમ વખત ઈલ્હા દો મેલ વિસ્તારમાં એલિયન્સ જોયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જો કે, યુએફઓ નિષ્ણાત નિક પોપે કહ્યું છે કે તેઓ આ મામલે સારાહ ડેલેટી દ્વારા કહેવામાં આવેલી વાર્તા પર વિશ્વાસ કરતા નથી. આ વિશે મેટ્રો વેબસાઈટ સાથે વાત કરતા નિક પોપે કહ્યું કે આ સ્ટૉરી અને તેના પર આવી રહેલી પ્રતિક્રિયાઓ ખૂબ જ વિચિત્ર છે. તેમનું માનવું છે કે એલિયન્સ અથવા યુએફઓ સંબંધિત કોઈ ઘટના ત્યાં બની હોવાના કોઈ નક્કર પુરાવા નથી.