BJP સંસદીય દળની બેઠકઃ PM મોદીએ સાંસદોને આપ્યો ઠપકો, જાણો કડક શબ્દોમાં શું આપી સૂચના
પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંસદમાં સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી.
નવી દિલ્લી: સંસદના શિયાળુ સત્ર પહેલા મંગળવારે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંસદમાં સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગેરહાજર રહેલા સાંસદોને ઠપકો આપતા કહ્યું કે, જો બાળકોને વારંવાર કંઈક કહેવામાં આવે તો તેઓ પણ તે કરતા નથી. મહેરબાની કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. 15 નવેમ્બરે બિરસા મુંડા જયંતિની જાહેરાત કરવા બદલ બેઠક દરમિયાન વડાપ્રધાનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે તેમણે સાંસદોને આ મુદ્દે ફટકાર લગાવી હતી.
જિલ્લા અને વિભાગીય પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બરે ભાજપના જિલ્લા પ્રમુખો અને વિભાગીય પ્રમુખોની બેઠક બોલાવી છે. આ બેઠક કાશીમાં યોજાશે. તેમણે કહ્યું કે વડાપ્રધાને બેઠક દરમિયાન અનેક માર્ગદર્શિકા જાહેર કરી હતી.
પીએમ પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે લાઈવ પ્રોગ્રામ કરશે
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ સારું કામ કર્યું છે તેમને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેઓ ટૂંક સમયમાં દરેક સાથે લાઈવ પ્રોગ્રામ કરશે.
અમેરિકામાં બેંકમાં નાણાં મૂકવા ગયેલા ગુજરાતી પટેલ યુવકની હત્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. અમેરિકાના કોલંબસ સિટી ખાતે નડિયાના રહેવાસી અમિત પટેલની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શક્સ દ્વારા અમિત પેટલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ અમિત પટેલ કોલંબસ બેન્કમાં રૂપિયા ડિપોઝીટ કરવા માટે ગયા ત્યારે આ ઘટના બની હતી. લૂંટના ઇરાદે આ હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે. 45 વર્ષીય અમિત પટેલ તેમના પરિવાર સાથે વર્ષો થી અમેરિકા ના કોલંબસ ખાતે રહે છે. અમેરિકામાં તેઓ ગેસ સ્ટેશનના માલિક હતા. 3 વર્ષની દીકરીનો જન્મદિવસ હતો એ જ દિવસે તેમનું મોત થયું છે. અમિત પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકામાં રહે છે.
પટેલ સ્ટીમ મિલ રોડ અને બુએના વિસ્ટા રોડના ખૂણે શેવરોન ગેસ સ્ટેશનના માલિક હતા. કોલંબસ પોલીસ ડિપાર્ટમેન્ટના પૂર્વ વિસ્તારની સમાન બિલ્ડિંગમાં આવેલી બેંકમાં તેને ગોળી મારી દેવામાં આવી હતી.તેમના બિઝનેસ પાર્ટનર વિની પટેલ કહે છે કે અમિતે સાપ્તાહિક ડિપોઝિટ જમા કરાવી હતી અને આજે તેની 3 વર્ષની પુત્રીનો જન્મદિવસ ઉજવવાનું આયોજન કર્યું હતું