Delhi News: બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના પત્નીની કાર થઈ ચોરી, FIR બાદ પોલીસ દોડતી થઈ
Delhi News: બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના પત્ની મલ્લિકા નડ્ડાની કાર ચોરી થવાની ઘટના સામે આવી છે. ડ્રાઈવર જોગીન્દરની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ડ્રાઇવર કારની સર્વિલ માટે દિલ્હી ગોવિંદપુરી લઈને ગયો હતો.
Delhi News: બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના પત્ની મલ્લિકા નડ્ડાની કાર ચોરી થવાની ઘટના સામે આવી છે. ડ્રાઈવર જોગીન્દરની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ડ્રાઇવર કારની સર્વિલ માટે દિલ્હી ગોવિંદપુરી લઈને ગયો હતો. કાર 19 માર્ચ ચોરી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સર્વિસ સેન્ટરથી કાર ચોરી થઈ હતી. જે કાર ચોરી તે સફેદ રંગની ફોરચ્યુનર કાર છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસ કારની શોધખોળ કરવામાં લાગી છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઈકો ડિજિટલ ઈન્સ્યોરન્સના 'થેફ્ટ એન્ડ ધ સિટી 2024' રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં 2022ની સરખામણીમાં વાહન ચોરીના કેસમાં 2.5 ગણો વધારો થયો છે અને દિલ્હી આ યાદીમાં ટોચ પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં દર 14 મિનિટે એક વાહન ચોરી થાય છે.
આપને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. આ અંગે એક મીડિયા રિપોર્ટ પણ સામે આવ્યો છે કે નેશનલ કેપિટલ રિજન (દિલ્હી-એનસીઆર)માં દર 14 મિનિટે વાહન ચોરીની ઘટના બને છે. એ જ રીતે ACKO એ થોડા દિવસો પહેલા વાહન ચોરીની ઘટનાઓ પર આધારિત 'થેફ્ટ એન્ડ ધ સિટી 2024' ની તેની બીજી આવૃત્તિ બહાર પાડી હતી, જેમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ભારતમાં 2022 અને 2023 વચ્ચે વાહન ચોરીના બનાવોમાં 2.5 ગણો વધારો થયો છે.
આ ઉપરાંત આ રિપોર્ટમાં ચોરો દ્વારા કઇ કારને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી છે, ચોરીના બનાવોના હોટ સ્પોટ અને કયા શહેરમાં સૌથી વધુ વાહન ચોરી થઈ છે જેવા અનેક રસપ્રદ ખુલાસા થયા છે. આવા ઘણા તથ્યો આ અહેવાલમાં રજૂ કરવામાં આવ્યા છે જે તમારા માટે જાણવું મહત્વપૂર્ણ છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, નેશનલ કેપિટલ રિજન (દિલ્હી-એનસીઆર)માં દર 14 મિનિટે વાહન ચોરીની એક ઘટના બની છે, 2023માં દરરોજ વાહન ચોરીના સરેરાશ 105 કેસ નોંધાયા છે. મંગળવાર, રવિવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસે સૌથી વધુ વાહન ચોરીના બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં, લોકોએ આ ત્રણ દિવસોમાં ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. જો કે, આ ત્રણ દિવસમાં જ વાહનચોરીની સૌથી વધુ ઘટનાઓ શા માટે બની છે તે બહાર આવ્યું નથી.