![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં પહેલી વખત નોંધાયા કપ્પા વેરિયન્ટના કેસ, જાણો કેટલો છે ખતરનાક, શું કહે છે એક્સપર્ટ
કોરોના વાયરસના નવા- નવા વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. ડેલ્ટા વેરિયન્ટ બાદ કપ્પાએ નિષ્ણાતોની ચિંતા વધારી છે. ગુજરાતમાં પણ કપ્પા વેરિયન્ટના 6 કેસ નોંધાયા છે
![ગુજરાતમાં પહેલી વખત નોંધાયા કપ્પા વેરિયન્ટના કેસ, જાણો કેટલો છે ખતરનાક, શું કહે છે એક્સપર્ટ Coronavirus kappa variant increased risk in the world after delta plus know everything about it ગુજરાતમાં પહેલી વખત નોંધાયા કપ્પા વેરિયન્ટના કેસ, જાણો કેટલો છે ખતરનાક, શું કહે છે એક્સપર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/26/edd8f09d4ad30a4c6b6fb262ec1cffa8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus:કોરોના વાયરસના નવા- નવા વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. ડેલ્ટા વેરિયન્ટ બાદ કપ્પાએ નિષ્ણાતોની ચિંતા વધારી છે. ગુજરાતમાં પણ કપ્પા વેરિયન્ટના 6 કેસ નોંધાયા છે
ગુજરાતમાં પહેલી વખત કોરોનાના કપ્પા વેરિયન્ટના 6 કેસ નોંધાયા છે. શનિવારે રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે તેની જાણકારી આપી છે. ગુજરાતમાં ત્રણ કેસ જામનગર, બે કેસ પંચમહાલ જિલ્લાના ગોધરામાં અને એક કેસ મહેસાણામાં નોંધાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મે મહિનામાં ન્યુ મ્યૂટન્ટને ‘કપ્પા’નું નામ આપ્યું હતું.
કોરોના વાયરસના નવા- નવા વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. ડેલ્ટા વેરિયન્ટ બાદ કપ્પા અને લૈમ્બડાએ નિષ્ણાતોની ચિંતા વધારી છે. જો કે હાલ તો સ્વાસ્થ્ય સંગઠને કપ્પા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇટરેસ્ટમાં સામેલ કર્યો છે.
કોરોના વાયરસના ડેલ્ટા (B.1.617.2) વેરિયન્ટ હવે દુનિયાભરમાં સંક્રમણ વધવાનું કારણ બની રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે જ માર્ચ, એપ્રિલ, મેમાં સંક્રમણનો દર બમણો થઇ ગયો હતો. જો કે ડેલ્ટા વેરિયન્ટ સામે લડાઇ ચાલું છે. જો કે હાલ વાયરસના બીજા બે સ્વરૂપે કપ્પા અને લૈમ્બ્ડાએ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોને ચોંકાવી દીધા છે.
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ બાદ કપ્પા વેરિયન્ટ
કોરોના વાયરસના કપ્પા અને લૈમ્બ્ડા વેરિયન્ટસને સ્વાસ્થ્ય સંગઠન એપ્રિલ અને જુનમાં વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં સામેલ કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુજબ વેરિયન્ટ ઓફ ઇન્ટરરેસ્ટ સામુદાયિક ટ્રાન્સમિશનના કારણે ઓળખાયો છે અથવા તો કેટલાક દેશોમાં તે જોવા મળ્યો હતો. આ બંને વેરિયન્ટ સ્પાઇક પ્રોટીનમાં કેટલાક મ્યુટેશન થવાની પણ વાત કરવામાં આવી રહી છે. જે વાયરસના પ્રસાર માટે અગ્રણી કારક થઇ શકે છે. ડેલ્ટા વેરિયન્ટનો વંશ કપ્પા (B.1.617.1)માં ડઝનથી વધુ મ્યુટેશન થઇ ચૂક્યું છે. આ વેરિયન્ટને ડબલ મ્યુટન્ટ રીતે પણ સંબોધિત કરવામાં આવે છે કારણ કે તેના બે ખાસ મ્યુટેશન E484Q અને L452Rની ઓળખ થઇ છે.
બંને વેરિયન્ટના કેસ પહેલી વખત ભારતમાં આવ્યા
આ કારણે જ આ વેરિયન્ટને ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ કહેવાય છે. કપ્પાનો L452R મ્યુટેશન વાયરસથી શરીરના પ્રાકૃતિક ઇમ્યૂન રિસ્પોન્સને બચાવમાં મદદ કરે છે. વેરિયન્ટનો એક ઉપવંશ B.1.617.3 પણ છે જે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની રડાર પર છે. ડેલ્ટાની જેમ કપ્પા વેરિયન્ટ પણ ભારતમાં જ જોવા મળ્યો હતો. ભારતે અમેરિકા, બ્રિટન, કેનેડા, જેવા દેશોને પાછળ રાખીને અત્યાર સુધીમાં મ્યુનિખના GISAID ના કપ્પા સેમ્પલ સૌથી વધુ સંખ્યા નોંધાવી છે. GISAID કોરોના વાયરસના જિનોમના ડેટા રાખનાર વૈશ્વિક સંસ્થા છે. GISAIDએ છેલ્લા 60 દિવસમાં ભારતના સબમિટ કરાયેલા બધા જ નમૂનાનો 3 ટકા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)