શોધખોળ કરો
Advertisement
ચૂંટણી પંચે લોન્ચ કરી cVIGIL એપ, વોટર્સની ફરિયાદ પર 100 મિનિટમાં લેશે એક્શન
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે 2019 લોકસભા ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત કરી દીધી છે જ્યાં ચૂંટણીનું આયોજન 7 તબક્કામાં થશે. તેની શરૂઆત 11 એપ્રિલથી થસે અને 19 મેના રોજ અંતિમ મતદાન યોજાશે. તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે લોકો માટે cVIGIL એપ લોન્ચ કરી છે. એપની મદદતી વોટર્સ દેશમાં કોઈપણ મોડલ કોડ ઇફ કન્ડક્ટનું ઉલ્લંઘનને રેકોર્ડ કરી શકે છે. આમ તે પોતાના સ્માર્ટફોનથી કરી શકે છે અને આગળ કાર્રવાઈ માટે ચૂંટણી અધિકારીને મોકલી શકે છે. હાલમાં એપ માત્ર એન્ડ્રોઈડ પર જ ઉપલબ્ધ છે જેને ચલાવવી ખૂબ જ સરળ છે.
આ એપની ખાસિયત એ પણ છે કે જો તમે કોઈપણ ફરિયાદ કરો છો તો તમારી પ્રાઈવેસી છુપાવવામાં આવશે. ફરિયાદ બાદ ડિસ્ટ્રિક્ટ કન્ટ્રોલ રૂમની પાસે આ મુદ્દો જશે બાદમાં GIS આધારિત પ્લેટફોર્મ ફ્લાઈંગ સ્કોવડ સુધી પહોંચશે. ત્યાર બાદ અધિકારીને કોઈપણ એક્શન લેવા માટે માત્ર 100 મિનિટ આપવામાં આવશે.
આ વખતે ચૂંટણીમાં બેલેટ પેપર પર ઉમેદવારની તસવીર પણ લગાવવામાં આવશે જે ઈવીએમ પર પણ જોવા મળશે. આમ કરવા પાછળનું કારણ એ છે કે, લોકોની વચ્ચે કોઈપણ ઉમેદવારને લઈને કોઈપણ મૂંઝવણ ન રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement