Cyclone Tauktae: ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં રેડ એલર્ટ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી 12 કલાકમાં આ વાવાઝોડુ (Cyclone)તેજ બની શકે છે અને તેના બાદ 24 કલાકમાં વધુ તેજ બની શકે છે. ઉત્તર પશ્ચિમ તરફ વધવાની સાથે 18 મેની સવાર સુધી આ ચક્રવાત ગુજરાતના કિનારે ત્રાટકી શકે છે.
![Cyclone Tauktae: ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં રેડ એલર્ટ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી Cyclone Tauktae red alert in Gujarat Maharastra and kerala and heavy rain IMD Cyclone Tauktae: ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં રેડ એલર્ટ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/14/a1a879e2027752f0d9d50145a706ee08_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી : તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈ ભારતના હવામાન ખાતા (IMD)એ શુક્રવારે મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન ખાતાએ કહ્યું કે, લક્ષદ્વીપ વિસ્તારમાં એક પ્રેસર સર્જાયું છે, જે આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતમાં ફેરવાશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ વધશે. IMDએ અરબ સાગર અને લક્ષદ્વીપની ઉપર બનેલા તૌકતે વાવાઝોડાના પગલે મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વાવાઝોડુ શનિવારે આ વિસ્તારમાં જ કેન્દ્રિત રહેશે અને આગલા દિવસે વધુ તેજ થઈ જશે. વાવોઝોડાને લઈને NDRFની ટીમો રવાના કરવામાં આવી છે.
આગામી 12 કલાકમાં આ વાવાઝોડુ (Cyclone)તેજ બની શકે છે અને તેના બાદ 24 કલાકમાં વધુ તેજ બની શકે છે. ઉત્તર પશ્ચિમ તરફ વધવાની સાથે 18 મેની સવાર સુધી આ ચક્રવાત ગુજરાતના કિનારે પહોંચી શકે છે.
ગુજરાત (Gujarat)પર 18 મેના રોજ 'તૌકતે' નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગના મતે 13મેની સવારે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ. 14મે સુધીમાં વેલમાર્કથી ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યારબાદ, દક્ષિણપૂર્વી અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં અસર વધશે અને પછી ઉતર પશ્ચિમથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે.
IMDએ લક્ષદ્વીપ સમૂહ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટક, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
કેરળ અને તમિલનાડુમાં શુક્રવારે અને શનિવારે અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. રવિવાર અને સોમવારે અલગ અલગ સ્થળો પર ભારે વરસાદનું અનુમાન છે. રાજ્ય સરકારે રાહત શિબિર ખોલીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે.
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થયું છે. તેમજ એક બંદર પર બે નંબર અને એક બંદર પર 2 નંબરનું સિગ્ન લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમૂદ્રમાં સર્જાઇ રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર ભય સૂચક સિગ્નલ નં.1 લગાવાયું છે. માછીમારોને દરીયો ન ખેડવા તેમજ સાવચેત રહેવા સૂચના અપાય છે.
અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળમાં 300 બોટને દરિયા કિનારે પરત બોલાવવામાં આવી છે. કર્મચારીઓને હેડક્વાર્ટસર ન છોડવા આદેશ અપાયા છે. રાજકોટમાં NDRFની ટિમ ફાળવવામાં આવી છે. કાલે NDRFની ટિમ આવી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)