શોધખોળ કરો
દાઉદની ભાભીએ HCમાં દાખલ કરી અરજી, ઑસ્ટ્રેલિયા- યુરોપ જવા માટે માંગ્યો પાસપોર્ટ

નવી દિલ્લી: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની ભાભી રિજવાના ઈકબાલ હસને દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું કે તેને વિદેશ ફરવા જવા માટે ભારત સરકારનો પાસપોર્ટ જોઈએ છે. અને તે ઑસ્ટ્રેલિયા અને યુકે જવા માંગે છે. અરજીમાં રિજવાને આ દેશોમાં
ફરવા જવાના કારણો પણ બતાવ્યા છે.
રિજવાને બતાવ્યુ છે કે તેની પુત્રી ઑસ્ટ્રેલિયામાં ભણી રહી છી અને પુત્રનું એડમિશન હાલ યુકેની યૂનિવર્સિટીમાં થયું છે. જેથી તે ત્યાં જઈને પોતાના બાળકોને સેટલ કરવા માંગે છે. જો કે ભારત સરકારે રિજવાનને ભારતથી દુબઈ અને દુબઈથી ભારત આવવાનો જ પાસપોર્ટ જાહેર કર્યો છે. રિજવાન બીજા કોઈ દેશમાં યાત્રા કરી શકે તેમ નથી. ભારત સરકાર હાલ એવું એટલા માટે કર્યું છે કારણ કે તેનો દાઉદ ઈબ્રાહિમ સાથે પારિવારિક સંબંધ છે.
કેંદ્ર સરકારે આ મામલે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે, ભારત અને વિદેશોની ઈંટેલીજેંસ એન્જસીઓને આ વિશે અભિપ્રાય લેવો જરૂરી છે. જો કે આ મામલે 4 સપ્તાહનો સમય જોઈએ. રિજવાના હાલ મુંબઈમાં રહે છે. અને તેને જે પાસપોર્ટ મળેલો છે, તેમાં દુબઈ સિવાય બીજા કોઈ દેશમાં યાત્રા કરવાની અનુમતિ ભારત સરકારે આપી નથી.
કેંદ્રના જવાબ પછી હાઈકોર્ટ એ નક્કી કરી શકશે કે આ મામલે રિજવાનને પુરી દુનિયામાં શરતો વગર ફરવા માટે ભારત સરકાર પાસેથી પાસપોર્ટ મળી શકશે કે નહીં. હાઈકોર્ટ આ મામલાની આગામી સૂનવણી હવે 29 સપ્ટેબરે કરશે.
વધુ વાંચો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement