Delhi Budget 2022: દિલ્હી સરકારે રજૂ કર્યુ બજેટ, સિસોદિયાએ કહ્યુ- આગામી પાંચ વર્ષમાં 20 લાખ નવી નોકરી આપીશું
સિસોદિયાએ કહ્યું કે અમારી સરકારનું આ 8મું બજેટ છે. અમારી સરકારે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કામ કર્યું છે
Delhi Budget 2022: દિલ્હી સરકાર આજે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરી રહી છે. દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદિયાએ આ વખતના બજેટને રોજગાર બજેટ નામ આપ્યું છે. સિસોદિયાએ કહ્યું કે યુવાનોને રોજગાર આપવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં રાજ્યના યુવાનોને 20 લાખ નવી નોકરીઓ આપશે. આ વખતે તમામ ધારાસભ્યોને બજેટ વાંચવા માટે ટેબલેટ આપવામાં આવ્યા છે.
અન્ય રાજ્યો પણ અમારા કામથી પ્રેરણા લઈ રહ્યા છે- સિસોદિયા
સિસોદિયાએ કહ્યું કે અમારી સરકારનું આ 8મું બજેટ છે. અમારી સરકારે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કામ કર્યું છે, જેમાંથી અન્ય રાજ્યો પણ પ્રેરણા લઈ રહ્યા છે. દિલ્હીમાં 75% ઘરોમાં વીજળીનું બિલ શૂન્ય આવે છે. તમામ ગલીઓમાં લગાવવામાં આવેલા સીસીટીવી ગુનાખોરી રોકવામાં મદદ કરે છે. એટલું જ નહીં, સરકારે આંતરરાષ્ટ્રીય રમતગમતની સુવિધાઓ વિકસાવી, ડોર સ્ટેપ ડિલિવરી શરૂ કરી. હવે લોકો સરકારી કચેરીએ જતા નથી પરંતુ સરકારી કર્મચારીઓ લોકોના ઘરે આવે છે.
સિસોદિયાએ કહ્યું કે રાજ્યમાં નવી શાળાઓ બનાવવામાં આવી છે. લોકોને 24 કલાક વીજળી મળી રહી છે. મેટ્રો પણ વિસ્તરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 7 બજેટના સફળ અમલીકરણને કારણે દિલ્હી સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં એક લાખ 78 હજારથી વધુ યુવાનોને નોકરી આપવામાં આવી છે. કોવિડ પછી ખાનગી ક્ષેત્રમાં 10 લાખ નોકરીઓ અપાઇ છે.
આગામી પાંચ વર્ષમાં 20 લાખ નવી નોકરીઓનું સર્જન થશેઃ સિસોદિયા
સિસોદિયાએ કહ્યું, "કોવિડના સંજોગોને નિયંત્રિત કરવામાં આવ્યા કારણ કે સરકારે પહેલાથી જ આરોગ્ય ક્ષેત્રમાં રોકાણ કર્યું હતું. કોવિડમાં લોકોએ ઘણું સહન કર્યું. કોવિડ રોગચાળાનો સામનો કરવા માટે હવે રોજગાર વધારવાની જરૂર છે." તેમણે કહ્યું, "આ વખતે હું રોજગાર બજેટ રજૂ કરી રહ્યો છું. 2047 સુધીમાં દિલ્હીના લોકોની આવક તે સમયે સિંગાપોરના લોકોની આવક કરતાં ત્રણ ગણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછી 20 લાખ નવી નોકરીઓનું સર્જન થશે.