શોધખોળ કરો
Advertisement
Delhi Elections 2020: કેજરીવાલની તસવીર સાથેનું પેમ્ફલેટ વાયરલ, લખ્યું-મુસ્લિમોના મસિહા
આ પેમ્ફલેટમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મુસ્લિમોના મસિહા બતાવવામાં આવ્યા છે.
દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આગામી આઠમી તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. પ્રચારના અંતિમ દિવસે દિલ્હીવાસીઓના ઘરમાં એક એવા પેમ્ફલેટ પહોંચ્યા જેનાથી દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પેમ્ફલેટમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મુસ્લિમોના મસિહા બતાવવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિકાસ અને જરૂરી મુદ્દાઓને છોડીને ધ્રુવીકરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક નેતાઓના નિવેદનોએ વિવાદ પેદા કર્યો છે. આ પેમ્ફલેટમાં લખવામાં આવ્યું છે કે કોમના સારા માટે કેજરીવાલને મત આપો. કેજરીવાલ કોમનો મસિહા છે. મોદીને મત આપવો પોતાની કોમની કબર ખોદવા બરોબર છે. કોમ માટે મત આપો. આ પેમ્ફલેટમાં અપીલકર્તાએ પોતાને એક સાચો મુસલમાન ગણાવ્યો છે. જોકે, આ કઇ પાર્ટી કે વ્યક્તિ તરફથી છાપવામાં આવ્યું છે તેને લઇને કોઇ જાણકારી મળી નથી.
દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાહીન બાગને લઇને હિંદુ મુસ્લિમના મુદ્દા પર રાજકારણ થઇ રહ્યું છે. ભાજપ નેતા શાહીન બાગના પ્રદર્શનને વિપક્ષ દ્ધારા આયોજીત અને દેશ વિરોધી ગણાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગાંધીનગર
દેશ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion