Earthquake: તુર્કી-સીરિયા બાદ હવે ભારત કરશે આ ભૂકંપગ્રસ્ત દેશની મદદ, પીએમ મોદીએ ભૂકંપની સ્થિતિની લીધી નોંધ
જાણકારી અનુસાર, ભારતીય અધિકારીઓ તઝાકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છે, અને ભારત સરકારના સંબંધિત નિકાય જરૂરી મદદ માટે નિકટતાથી સમન્વય કરી રહ્યાં છે.
India Help in Tajikistan Earthquake: તુર્કીય-સીરિયા બાદ હવે ભારત તઝાકિસ્તાનની ભૂકંપ (Tajikistan Earthquake) ની સ્થિતિથી નિપટવામાં મદદ કરશે. ગુરુવારે (23 ફેબ્રુઆરી) એ તઝાકિસ્તાન (Tajikistan)માં આવેલા ભૂકંપ બાદ ભારત સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. સુત્રો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તઝાકિસ્તાનમાં આવેલા ભૂકંપ (Earthquake) થી સર્જાયેલી સ્થિતિની મુલાકાત કરી છે, અને તેના પ્રભાવથી સંબંધિત ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે.
જાણકારી અનુસાર, ભારતીય અધિકારીઓ તઝાકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છે, અને ભારત સરકારના સંબંધિત નિકાય જરૂરી મદદ માટે નિકટતાથી સમન્વય કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ ભારતે મદદ મોકલીને ભૂકંપ પીડિતો માટે ઓપરેશન દોસ્ત ચલાવ્યુ હતુ. ભારતે એનડીઆરએફ જવાનોની ટીમ મોકલી હતી. સાથે રાહત સામગ્રી અને ચિકિત્સા ઉપકરણો પણ મોકલવામાં આવ્યા હતા.
સારેજ તળાવને નથી થયુ નુકશાન -
સમાચાર એજન્સી એએફપી અનુસાર, ગુરુવારે સ્થાનિક સમયાનુસાર સવારે 5:37 વાગે પૂર્વી તઝાકિસ્તાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તઝાકિસ્તાનના અધિકારીઓએ કહ્યું કે ચીન અને અન્ય પાડોશી દેશોએ પણ આનો અનુભવ કર્યો હતો. ભૂકંપની અસર પહાડી સ્વાયત ક્ષેત્ર ગૉર્નો-બદખ્શાંમાં જોવામાં આવી હતી. આ વિસ્તારમાં આ મહિનાની શરૂઆતમાં સિલસિલાવાર ઘાતક હિમસ્ખલન થયુ હતુ.
આ વિસ્તારમાં એકદમ ઓછી વસ્તી રહે છે. વિસ્તારમાં સારેઝ નામનુ એક મોટુ તળાવ છે. બતાવવામાં આવ્યુ છે કે, ભૂકંપ જેવી કોઇપણ કુદરતી આપદાના કારણે સારેજ તળાવ એક મોટા વિસ્તારમાં પુરનું કારણ બની શકે છે, જેની ઝપેટમાં કેટલાય દેશ આવે છે. જોકે, તઝાકિસ્તાનના અધિકારીઓએ કહ્યું કે, ભૂકંપના કારણે તળાવમાં નુકશાન થવાના કોઇ સંકેત નથી મળ્યા.
China Earthquake: સીરિયા અને તુર્કીયે બાદ ચીનમાં શક્તિશાળી ભૂકંપ, તઝાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રુજી
Earthquake In China: સીરિયા અને તુર્કીયે ભૂકંપ બાદ આજે સવારે ચીન અને તઝાકિસ્તાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ચીને ગુરુવારે (23 ફેબ્રુઆરી) ઝિજિયાંગમાં તઝાકિસ્તાનની સરહદ નજીક લગભગ 8:37 વાગ્યે 7.3-તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો. તો બીજી તરફ પૂર્વ તઝાકિસ્તાને તેની જમીન પર 6.8ની તીવ્રતાના આંચકા અનુભવ્યા હતા.
ચીનના સરકારી મીડિયાએ પણ ચીનના ભૂકંપ નેટવર્ક સેન્ટર (CENC)ને ઉઇગર સ્વાયત્ત ક્ષેત્રમાં ભૂકંપની પુષ્ટી કરી હતી. જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ તઝાકિસ્તાનમાં ધરતીના આંચકાનો ઉલ્લેખ કર્યો છે.
યુએસજીએસ શું કહે છે?
યુએસજીએસના અંદાજ મુજબ, તઝાકિસ્તાનમાં જ્યાં ભૂકંપ આવ્યો તે વિસ્તાર વિશાળ પર્વત શિખરોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં ત્યાં ભૂસ્ખલન પણ થઈ શકે છે, પરંતુ તેનાથી જાનમાલનું નુકસાન થવાની શક્યતા ઓછી છે કારણ કે આ વિસ્તારમાં વસ્તી ખૂબ ઓછી છે. જો કે, અત્યાર સુધી ચીનની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી.
તુર્કીયે અને સીરિયામાં ભૂકંપે મચાવી તબાહી
આ મહિને ભૂકંપે તુર્કીયે અને સીરિયામાં તબાહી મચાવી હતી. તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશોમાં અત્યાર સુધીમાં 46000 થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીયેમાં જ ભૂકંપના કારણે 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ નષ્ટ પામ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તુર્કીયે-સીરિયા બોર્ડર પર હતું. આવી સ્થિતિમાં સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકો હજુ પણ ગુમ છે.
તુર્કીયેમાં ઘણા દિવસો સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સતત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ અભિયાનમાં ભારતે તુર્કીયેની ઘણી મદદ કરી હતી. NDRFની ઘણી ટીમો મોકલવામાં આવી હતી, રાહત સામગ્રી પણ સતત પહોંચાડવામાં આવી હતી. ભારતીય સેનાએ તુર્કીયેમાં પોતાની હોસ્પિટલ પણ બનાવી હતી જ્યાં ઘાયલોને સારવાર મળી હતી. કેટલાક અન્ય દેશોએ પણ તેમના તરફથી તુર્કીયેને મદદ મોકલી હતી. ભારતની છેલ્લી NDRF ટીમ રવિવારે જ દેશ પરત ફરી છે. PM મોદીએ સોમવારે NDRFની તમામ ટીમોને મળીને પ્રોત્સાહિત કર્યા હતા.