Election Fact Check: અસદુદ્દીન ઓવૈસીના મતવિસ્તારમાં બોગસ મતદાનનો થઈ રહ્યો છે દાવો, જાણો વાયરલ વીડિયોનું સત્ય
Fact Check: સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે તેલંગાણાનો હોવાનું દર્શાવીને ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તથ્ય તપાસમાં આ દાવા ખોટા સાબિત થયા. વાસ્તવિક વીડિયો પશ્ચિમ બંગાળનો છે.
Telangana Viral Video Fact Check: લોકસભા ચૂંટણીની વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના મતદાતાઓએ તેલંગાણાના બહાદુરપુરાના મતદારો વતી બોગસ વોટ આપી રહ્યા છે.
ઓવૈસીનો મતવિસ્તાર દર્શાવતો વીડિયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Parveen Tyagiએ ફેસબુક પર આ વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, "એમઆઈએમ બહાદુરપુરા હૈદરાબાદ અસુદ્દીન ઓવૈસીનો મતવિસ્તાર (તેલંગણા)નો કૃપા કરીને તેને વાયરલ કરો જેથી ચૂંટણી પંચ દ્વારા ફરીથી ચૂંટણી યોજવામાં આવે."
અહીં જુઓ પોસ્ટની આર્કાઈવ લિંક
ખોટા નિકળ્યો વાયરલ થઈ રહેલો દાવો
બૂમએ આ સમાચારને લઈ ફેક્ટ ચેક કર્યું, જેમાં વાયરલ થઈ રહેલા તમામ દાવા ખોટા સાબિત થયા. તપાસમાં આ વીડિયો પશ્ચિમ બંગાળના દક્ષિણ દમદમનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં વર્ષ 2022માં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન પોલિંગ એજન્ટો મતદારોને રોકીને પોતાનો મત જાતે જ આપી રહ્યા હતા. વાયરલ થઈ રહેલો વીડિયો એજ છે.
આ વિડિયો વર્ષ 2022માં પણ એ દાવા સાથે વાયરલ થયો હતો કે ગુજરાતમાં વોટિંગમાં ગોટાળા થયા છે. તે સમયે પણ બૂમે આ સમાચારની હકીકત તપાસી હતી. અહીં જુઓ તે સમયનું ફેક્ટ ચેક
2022માં ભાજપે કર્યો હતો આ વીડિયોને પોસ્ટ
વીડિયોમાં કેટલાક લોકો બંગાળી ભાષામાં બોલી રહ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો તેલંગાણાનો નથી. તપાસ દરમિયાન વીડિયોની કીફ્રેમ રિવર્સ ઈમેજ સર્ચ કરવામાં આવી હતી. જે બાદ પશ્ચિમ બંગાળ બીજેપીના ઓફિશિયલ એક્સ (ટ્વીટર) હેન્ડલ પર આવો જ એક વીડિયો જોવા મળ્યો જે 30 સેકન્ડનો છે. 27 ફેબ્રુઆરી 2022ના રોજ આ પોસ્ટ કરીને ભાજપે વીડિયોમાં હાજર લોકોને તૃણમૂલ કોંગ્રેસના સમર્થક ગણાવ્યા હતા.
TMC forces pressing the button before going to press the voting button.
— BJP West Bengal (@BJP4Bengal) February 27, 2022
Stop the farce in the name of election! Democracy today is ashamed, looted by TMC supporters! pic.twitter.com/EeYUTOPggH
કોંગ્રેસ અને CPIM એ પણ કર્યો હતો પોસ્ટ
આ સિવાય પશ્ચિમ બંગાળ CPIM અને કોંગ્રેસે પણ આ વીડિયો શેર કર્યો હતો અને મમતા બેનર્જી પર સ્થાનિક ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. CPIMએ આ વીડિયોને દક્ષિણ દમદમ નગરપાલિકા બૂથ નંબર 108, વોર્ડ 33 નો ગણાવ્યો હતો.
কিভাবে ছাপ্পা ভোট দিচ্ছে দেখুন! রাজ্যের গণতন্ত্র আজ বিপন্ন।
— West Bengal Congress (@INCWestBengal) February 28, 2022
আসুন এর বিরুদ্ধে একসাথে আওয়াজ তুলি।#TMClootsVote pic.twitter.com/0ygORJkDXQ
તપાસ દરમિયાન એક ખાનગી ન્યૂઝ ચેનલનો વીડિયો પણ મળ્યો હતો, જેને 27 ફેબ્રુઆરી 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. તેમણે આ વીડિયોને પશ્ચિમ બંગાળના દમદમનો ગણાવ્યો હતો, જ્યાં પોલિંગ એજન્ટે વોર્ડ નંબર 33ના બૂથ નંબર 108 પર ઈવીએમ બટન દબાવીને બોગસ મતદાન કર્યું હતું.
ચૂંટણી પંચે દાવાઓને ફગાવ્યા હતા
આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, તેલંગાણા ચૂંટણી પંચના અધિકારીએ સત્તાવાર X હેન્ડલ પર એક પ્રેસ રિલીઝ જાહેર કરી અને તમામ દાવાઓને ફગાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વીડિયો તેલંગાણાનો નથી. આનુ તેલંગાણાના કોઈપણ વીડિયો સાથે કોઈ સંબંધ નથી.
An OLD video purportedly depicting rigging during Parliament elections in Telangana is being circulated on WhatsApp. The video is NOT from Telangana. For more facts, please go through the press note - CEO Telangana pic.twitter.com/hw1Afuiakm
— Chief Electoral Officer Telangana (@CEO_Telangana) May 15, 2024
Disclaimer: This story was originally published by BOOM and republished by ABP Live Hindi as part of the Shakti Collective.