શોધખોળ કરો

AK-203 Assault Rifles: ભારતીય સેનાને માર્ચ સુધીમાં મળશે AK-203 અસોલ્ટ રાઇફલ્સ, જાણો તેની ખાસિયત

જ્યારે આગામી 32 મહિનામાં ભારતીય સેનાને 70 હજાર એકે-203 રાઈફલો સોંપવામાં આવશે.

AK-203 Assault Rifles: ભારતીય સૈનિકોને ટૂંક સમયમાં AK-203 અસોલ્ટ રાઈફલ્સની પ્રથમ બેચ મળવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પ્રોજેક્ટ શરૂ થયો છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા ખાતે ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ (IRRPL) મેન્યુફેક્ચરિંગ યુનિટે AK-203 કલાશ્નિકોવ અસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન શરૂ કર્યું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર,  ગયા અઠવાડિયે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ દાવો કર્યો હતો કે 5,000 AK-203 રાઈફલ્સની પ્રથમ બેચ આ વર્ષે માર્ચ સુધીમાં સેનાને સોંપવામાં આવશે. જ્યારે આગામી 32 મહિનામાં ભારતીય સેનાને 70 હજાર એકે-203 રાઈફલો સોંપવામાં આવશે. આગામી 10 વર્ષમાં 6 લાખ 1 હજાર 427 રાઈફલ બનાવવામાં આવશે.

ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડનું જોઇન્ટ વેન્ચર

AK-203 પ્રોજેક્ટની જાહેરાત વર્ષ 2018માં કરવામાં આવી હતી, પરંતુ ખર્ચ, રોયલ્ટી અને ટેક્નોલોજી પર વાટાઘાટો થઈ શકી ન હતી. તેથી પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થયો હતો. હવે ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડના પ્લાન્ટમાં રાઈફલ્સનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશના અમેઠીમાં કોરવા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં 7.62 એમએમ એસોલ્ટ રાઈફલ્સની પ્રથમ બેચ બનાવવામાં આવી છે. તેને ટૂંક સમયમાં ભારતીય સેનાને સોંપવામાં આવશે. આ ફેક્ટરીમાં ભારતના અન્ય સુરક્ષા દળોને પણ હથિયારો પૂરા પાડવાની ક્ષમતા છે. આ સિવાય કંપની અન્ય દેશોમાં પણ હથિયારોની નિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે.

AK-203 અસોલ્ટ રાઈફલની વિશેષતાઓ

AK 203 રાઈફલ એ એકે શ્રેણીની સૌથી ઘાતક અને આધુનિક રાઈફલ છે. તેમાં પરંપરાગત એકે શ્રેણીની તમામ વિશેષતાઓ છે. રશિયાએ તેને 2018માં તૈયાર કરી હતી. AK 203 અસોલ્ટ રાઇફલ્સ હળવી અને તમામ હવામાન પરિસ્થિતિઓમાં અસરકારક છે. આ હથિયારથી એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ કરી શકાય છે. તેની રેન્જ 500 થી 800 મીટર છે. એક મેગઝિન 30 રાઉન્ડ ફાયરિંગની ક્ષમતા ધરાવે છે. AK 203 અસોલ્ટ રાઈફલનું વજન 3.8 કિલો છે. જ્યારે તેની લંબાઈ 705 મીમી છે.

Pak Air Force : તો બાલાકોટમાં અમે ભારતના 8 યુદ્ધ વિમાનો તોડી પાડ્યા હોત પરંતુ...

Pakistan Air Force on Balakot : ગરીબી અને ભૂખમરાની આરે ઉભેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ ભારત સાથે વાતચીત કરવા તરસી રહ્યાં છે. તેમણે જાહેરમાં કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત સાથે ત્રણ યુદ્ધો કર્યા અને તેનો પાઠ શીખ્યો છે. પરંતુ પાકિસ્તાની સેનાપતિઓ અને અધિકારીઓ ભિખારી બનવા તૈયાર છે પણ ભારત સાથે વાતચીત કરવાના મૂડમાં નથી. તેમના મનમાંથી હજુ પણ યુદ્ધનું ભૂત ઊતરતું જ નથી.

જ્યારે પાકિસ્તાન નાદારીની અણી પર છે ત્યારે શહેબાઝ શરીફ ભારત સાથે શાંતિ ઇચ્છે છે. આ અવસર પર પાકિસ્તાન વાયુસેનાના પૂર્વ ચીફ એર માર્શલ સોહેલ અમાને બાલાકોટ હુમલાની ઘટનાને યાદ કરી પાક વાયુસેનાની ડિંગાઈ હાંકી હતી. પૂર્વ એરફોર્સ ચીફ એર માર્શલ સોહેલ અમાને લાહોરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તે સમયે પાકિસ્તાન ભારતીય વાયુસેનાના 8 વધુ ફાઈટર જેટને તોડી પાડી શક્યું હોત. સોહેલ અમાનનો દાવો છે કે, પાકિસ્તાન તણાવ વધારવા માગતું ન હતું તેથી તેણે આમ નહોતુ કર્યું.

ઉલ્લેખનીય છે કે, આર્થિક ગરીબીમાં ફસાયેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે લોકો લોટ માટે રસ્તા પર જાહેરમાં જ બાખડી રહ્યા છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર 4.5 અબજ ડોલર જ રહી ગયો છે. પાકિસ્તાનના પીએમ મદદની આશા સાથે પાંખો ફેલાવીને દુનિયાના દેશોમાં ચક્કર લગાવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ડૉલરના અભાવે પાકિસ્તાન બંદરમાં જહાજો પર જે ઘઉં ઉભું છે તે પણ ખરીદી શકતું નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget