શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો શરદ પવારને મોટો ઝટકો, મહારાષ્ટ્રમાં 1 મેથી શરૂ થશે NPRની પ્રક્રિયા

થોડા દિવસો પહેલા એનસીપી અને કોંગ્રેસે મહારાષ્ટ્રમાં એનપીઆર લાગુ કરવા મંજૂરી નહીં આપે તેમ કહ્યું હતું. જેના કારણે મહારાષ્ટ્ર સરકારનું આ પગલું ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે. જો મહારાષ્ટ્ર સરકાર તેને લાગુ કરશે તો રાજ્યમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારમાં વિવાદ પણ થઈ શકે છે.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકાર 1 મેથી રાષ્ટ્રીય વસતી પત્રક (NPR) લાગુ કરવા જઈ રહી છે. 1 મેથી કામ શરૂ થઈ જશે અને 15 જૂન સુધી ચાલશે. અધિકારીઓને માહિત્રી એકત્ર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સીએએ, એનઆરસી અને એનપીઆર સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે મહરાષ્ટ્ર સરકારે રાજ્યમાં એનપીઆર લાગુ કરવાની તૈયારી કરી દીધી છે. શિવસેના-કોંગ્રેસ કરે છે એનપીઆરનો વિરોધ થોડા દિવસો પહેલા એનસીપી અને કોંગ્રેસે મહારાષ્ટ્રમાં એનપીઆર લાગુ કરવા મંજૂરી નહીં આપે તેમ કહ્યું હતું. જેના કારણે મહારાષ્ટ્ર સરકારનું આ પગલું ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે. જો મહારાષ્ટ્ર સરકાર તેને લાગુ કરશે તો રાજ્યમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારમાં વિવાદ પણ થઈ શકે છે. એનસીપી અને કોંગ્રેસ સતત એનઆરસી, સીએએ અને એનપીઆરનો વિરોધ કરી રહ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં એનસીપી અને કોંગ્રેસ સહયોગી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી આવી શકે છે ગરમાવો કોંગ્રેસ પ્રવક્તા ચરણ સિંહ સાપરાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં એનપીઆર લાગુ નહીં થાય. ઉદ્ધવ સરકાર, એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી સત્તામાં છે. જે એનપીઆરનો વિરોધ કરી રહી છે.  તેથી ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકાર કેવી રીતે ચાલશે તે પ્રશ્ન છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટ છે અને બહુમત માટે 145 ધારાસભ્યો જોઈએ. શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સાથે ઉદ્ધવ સરકારને કુલ 169 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. આ સ્થિતિમાં ઉદ્ધવ સરકારનો એનપીઆર લાગુ કરવાનો ફેંસલો મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો લાવી શકે છે. શું છે એનપીઆર એનપીઆર સામાન્ય રીતે ભારતમાં રહેતા લોકો કે યૂઝ્યુઅલ રેસિડેન્ટ્સનું એક રજિસ્ટર છે. ભારતમાં રહેતા લોકો માટે એનપીઆર અંતર્ગત રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. આ ભારતીયોની સાથે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો માટે પણ અનિવાર્ય રહેશે. એનપીઆરનો હેતુ દેશમાં રહેતા લોકોનો વ્યાપક રીતે ઓળખથી જોડાયેલા ડેટાબેઝ તૈયાર કરવાનો છે. પહેલી એનપીઆર પ્રક્રિયા 2010માં તૈયાર કરાઈ હતી અને તેને અપડેટ કરવાની કામગીરી અંતર્ગત વર્ષ 2015માં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. હવે તેને ફરીથી અપડેટ કરવાનું કામ 2020માં એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર 2021ની વસતિગણતરીમાં હાઉસ લિસ્ટિંગ ફેઝની સાથે ચાલશે. એનપીઆર અંતર્ગત જે ડેટાબેઝ તૈયાર થશે એમાં વસ્તીગણતરીની સાથે બાયૉમેટ્રિક માહિતી પણ લેવાશે. જે અંતર્ગત આધાર, મોબાઇલ નંબર, પાન, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી અને ભારતીય પાસપૉર્ટ નંબરની માહિતી પણ લેવાશે. 2010ની એનપીઆરમાં 15 પૉઇન્ટનો ડેટા સંગ્રહ કરવામાં આવ્યો હતો. તેમાં માતાપિતાની જન્મતારીખ અને જન્મસ્થાનની સાથે અગાઉના નિવાસસ્થાનની માહિતી માંગવામાં આવી નહોતી. ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા ક્યાં જશે? કેટલા પોલીસ કર્મચારીઓ રહેશે સ્ટેન્ડ ટુ, જાણો વિગત પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર્સ ઝળક્યા, ન્યૂઝીલેન્ડ XI પર લીધી લીડ SAvENG: ડી કોકે તોડ્યો ડી વિલિયર્સનો મોટો રેકોર્ડ, આ મામલે બન્યો સાઉથ આફ્રિકાનો પ્રથમ ખેલાડી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
Embed widget