G-20 Meeting: જોધપુરમાં સ્કિલ ડેવલપમેન્ટ પર મંથન કરશે 29 દેશોના પ્રતિનિધિઓ, ત્રણ દિવસ ચાલશે બેઠક
જી-20 સંમેલન અંતર્ગત આખા વર્ષમાં ચાર એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની બેઠકો ભારતના અન્ય શહેરોમાં થશે. આમાં એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની અલગ અલગ ચાર તબક્કામાં બેઠકો થવાની છે.
G-20 Meeting in Jodhpur: રાજસ્થાનના રાજા-રજવાડાંઓની ઓળખ તથા સંસ્કૃતિનું સુંદર શહેર જોધપુર જી-20 (G-20) સંમેલન માટે તૈયાર છે. જી-20ના સમૂહના 20 સહિત 9 અન્ય દેશોમાંથી આવનારા મહેમાનોની નવાજી માટે તૈયારી પુરી થઇ ચૂકી છે. સંમેલન અંતર્ગત એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની બેઠક ગુરુવારથી 3 દિવસ સુધી જોધપુર શહેરમાં ચાલશે.
આની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી, આ માટે જોધપુર શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. આ પહેલો મોકો છે, જ્યારે આ રીતની ઇન્ટરનેશનલ ઇવેન્ટ (International Event)ની યજમાની જોધપુરને મળી છે. 29 દેશોના 74 વિદેશી ડેલિગેટ્સ (Deligates)ની સાથે 100 થી વધુ અધિકારીઓ ભાગ લશે. ભારત સહિત 19 દેશોના સભ્યો અને અન્ય દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશના મેમ્બર પણ સામેલ થશે.
અલગ અલગ શહેરોમાં થશે એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની બેઠકો -
જી-20 સંમેલન અંતર્ગત આખા વર્ષમાં ચાર એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની બેઠકો ભારતના અન્ય શહેરોમાં થશે. આમાં એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની અલગ અલગ ચાર તબક્કામાં બેઠકો થવાની છે. જોધપુરને પહેલી ગૃપ મીટિંગ મળી છે, આ પછી 3 થી 5 એપ્રિલ સુધી આ ગૃપની બેઠક ગૌવાહાટીમાં, 1 થી 2 જૂનને જિનેવામાં અને ત્યારબાદ 19 થી 30 જુલાઇએ ઇન્દોરમાં થશે. આની સાથે જ જી-20 દેશોના લેબર અને એમ્પ્લૉયમેન્ટ મિનીસ્ટરની બેઠક પણ 21 જુલાઇએ ઇન્દોરમાં કરવામાં આવશે, જી-20માં એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપ આખા વર્ષે અલગ અલગ બેઠકોમાં ત્રણ મહત્વપૂર્ણ બિન્દુઓ પર ફોકસ કરશે, આના પર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે, અને જે સમસ્યાઓ જી-20 દેશોની સામે આવી રહી છે, તેનું સમાધાન પણ નીકળશે.
સંમેલનમાં સામલે થશે 74 ડેલિગેટ્સ -
54 ડેલિગેટ્સ 19 સભ્ય દેશોમાંથી હશે.
15 ડેલિગેટ્સ 9 આમંત્રિત દેશોમાંથી આવશે
7 મેમ્બર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના હશે
ગૉલ્બલ સ્કિલ ગેપ પર એડ્રેસ કરવામાં આવશે, ગિગ એન્ડ પ્લેટફૉર્મ ઇકોનામ અને સોશ્યલ પ્રૉટેક્શન પર પણ ચર્ચા થશે
સસ્ટેનેબલ ફાઇનાન્સ ઇન ઓફ સોશ્યલ સિક્યૂરિટી પર પણ મંથન કરવામાં આવશે.
BJP : કોંગ્રેસના 'જાદુગર'ને ચત્તાપાટ પાડવાની ફિરાકમાં BJP? PM મોદીએ શરૂ કરી રાજકીય સોગઠાબાજી
Rajasthan assembly elections 2023: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર થોડા જ મહિનાઓ બાકી છે જેને લઈને ભાજપ એકદમ એક્ટિવ મોડમાં આવી ગયું છે. ભાજપે ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયારી આદરી દીધી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સૌથી મોટી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આ વર્ષે પહેલીવાર રાજસ્થાન આવ્યા હતા. સુત્રોનું કહેવું છે કે, પીએમ નરેન્દ્ર મોદી પણ દૌસા પણ આવવાના છે. જેની પાછળ જ્યાં એક તરફ અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસ તેને ચૂંટણી સાથે જોડીને જોઈ રહી છે. આ વખતે ભાજપ પોતાની નવી રણનીતિ સાથે ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્યના નેતાઓ મોટી ભૂમિકામાં નથી જોવા મળી રહ્યાં. કોઈને મોટી જવાબદારી પણ નથી આપવામાં આવી રહી. નારાજ તમામ લોકોને શાંત કરવાના પ્રયાસો ચાલુ છે. તો જાણીએ એ પાંચ રાજકીય સમીકરણ જેના પર ચર્ચા ચાલી રહી છે.
કોઈ નહીં હોય મુખ્યમંત્રીનો ચહેરો?
છેલ્લા કેટલાય મહિનાઓથી જે પણ કેન્દ્રીય નેતા કે મંત્રી આવે છે, તેઓ અહી વિધાનસભાની ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદી જ એક માત્ર ચહેરો હશે એવો આગ્રહ કરતા રહે છે. બીજા કોઈ ચહેરાની ચર્ચા નથી થતી. આ સ્થિતિમાં લોકોને પણ હવે સમજવા લાગ્યા છે કે અહીં શું થવાનું છે. જો પીએમના ચહેરા પર ચૂંટણી લડવી હોય તો તેમના પ્રવાસ પણ વધવા જોઈએ. એ તમામ લોકોને પણ ખુશ કરવા પડશે જેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીના નામે તમામ લોકસભા બેઠકો જીતી હતી. તેથી જ ભાજપ મોદીના ચહેરા સાથે આગળ વધી રહ્યું છે.
રાહુલ વિરુદ્ધ પીએમ મોદી
તાજેતરમાં જ અશોક ગેહલોતની સરકારમાં મંત્રી રહેલા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું હતું કે, કોંગ્રેસ રાજસ્થાનમાં આ ચૂંટણી રાહુલ ગાંધીના નામ અને ચહેરા પર લડશે. આ વખતે રાહુલ ગાંધી VS PM નરેન્દ્ર મોદી વચ્ચે થવાની છે કે કેમ તેની પણ ચર્ચા થઈ હતી, પરંતુ અશોક ગેહલોતે આ બાબતે કંઈ ખાસ રસ દાખવ્યો ન હતો અને ધીમે ધીમે હવે માંગ વધી રહી છે. જો અહીં રાહુલ વિરુદ્ધ મોદી ચૂંટણી થાય છે તો કોને ફાયદો થશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
વિકાસના નામે મત
જો પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે વધુ રહેશે તો રાજસ્થાન ભાજપ આ રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલું કામ થઈ રહ્યું છે તે ગણાવવામાં અને બતાવવામાં સફળ રહેશે જ્યારે અહીંની સરકારે સહકાર આપ્યો નથી તેને લઈને બદમાન કરવામાં પણ સફળ રહેશે. . આ વખતે 1 ડિસેમ્બરે આદર્શ નગરના દશેરા મેદાનમાં ખુદ જેપી નડ્ડાએ આ વાત કહી હતી. નડ્ડાએ અહીં સરકારની બેદરકારીને ઘણી યોજનાઓમાં વિલંબ થઈ રહ્યો હોવાને કારણભુત જણાવ્યું હતું. આ સાથે જ રાજસ્થાનમાં ડબલ એન્જિનની સરકાર બનાવવાની જરૂરિયાત પણ જણાવવામાં આવી હતી. અહીં ભાજપને પણ મોદીની યોજના સિવાય કોઈ મજબૂત પાસુ નજરે નથી પડતું કે જેની ચર્ચા ચૂંટણીમાં થઈ શકે.
શું છે ભાજપની રણનીતિ?
પીએમ નરેન્દ્ર મોદીના રાજસ્થાન પ્રવાસ અંગે વરિષ્ઠ પત્રકાર નારાયણ બારેથનું કહેવું છે કે, પીએમ નરેન્દ્ર મોદી હંમેશા ચૂંટણી મોડમાં હોય છે. આ એક એવી પાર્ટી છે જે પોતાના સંગઠન અને નીતિઓના પ્રચારમાં લાગેલી જ રહે છે. લાલકૃષ્ણ અડવાણી બાદ બીજેપી બદલાઈ ગઈ છે. તે હંમેશા પ્રચાર મોડમાં જ હોય છે. સામાન્ય રીતે કોઈ રાજ્યની વધાનસભાની ચૂંટણીઓમાં ભારતના પીએમ ક્યારેય આટલા ઊંડા ઉતરતા નહોતા. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ આ પરંપરા તોડી છે. વરિષ્ઠ પત્રકાર હરીશ મલિકનું કહેવું છે કે, આ પીએમ નરેન્દ્ર મોદી કે ભાજપની ચૂંટણીની રણનીતિ છે. રાજસ્થાનમાં સચિન પાયલટને સીએમ ન બનાવવામાં આવતા ગુર્જરો નારાજ છે અને ભાજપ તેમને પોતાની તરફ કરવા માટે આ રણનીતિ પર કામ કરી રહી છે.