શોધખોળ કરો
નોકરીયાત વર્ગને મોદી સરકાર આપી શકે છે મોટો ઝાટકો, જાણો શું થશે નુકસાન
માર્ચ, 2020ના પ્રથમ સપ્તાહમાં પીએમ પર 8.5 ટકા વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી નથી.

નવી દિલ્હીઃ આર્થિક સ્થિતિને કારણે રોકાણ પર ઘટતાં વળતરની અસર હવે પીએફ પર પણ પડી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે તેના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકેછે. ઈપીએફઓના આઈપીએફના ખાતાધારકો માટે નાણાંકીય વર્ષ 2019-20માં 8.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હાલના નાણાંકીય વર્ષમાં આ વ્યાજ દર જાળવી રાખવો મુશ્કેલ બની શકે છે કારણ કે રોકાણ પર ઘટતા વળતર અને કેશ ફ્લોની ગતિ ઓછી હોવાથી છ કરોડ ખાતાધારકોની રિટાયરમેન્ટ સેવિંગમાં ઘટાડો આવી શકે છે. પીએફમાં વ્યાજ ઘટાડવાની જાહેરાત કરી શકે છે સરકાર પીએફ વ્યાજ દર પર છેલ્લા નાણાંકીય વર્ષ એટલે કે 2019-20 દરમિયાન 8.5 ટકા વ્યાજ હતું. આ નાણાંકીય વર્ષની કમાણીના આધારે આ વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ખાતાધારકોને તેના પીએફ પર કેટલું વ્યાજ આપવામાં આવસે તે આ વર્ષના બીજા છ મહિનામાં નક્કી થસે. ઈપીએફઓની ફાઇનાન્સ, ઇનવેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી ટૂંકમાં જ બેઠક કરી નક્કી કરશે કે 8.5 ટકા વ્યાજ આપી શકાશે કે નહીં. માર્ચ, 2020ના પ્રથમ સપ્તાહમાં પીએમ પર 8.5 ટકા વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી નથી. હવે તેને જાળવી રાખવા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં એવી અટકળો છે કે સરકાર પીએફ વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. સરકાર કોરોના વાયરસનો કહેર જોતા પીએફના કેસમાં અનેક રાહતની જાહેરાત કરી હતી જેથી કર્મચારી અને કંપની બન્નેને સરળતા રહે. ત્રણ મહિના માટે પીએફમાં ફાળો પગારના 12 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યો છે. કોરોના વાયરસથી આર્થિક મુશ્કેલીને જોતા કર્મચારીઓ ત્રણ મહિનાના બેસિક પગાર અથવા ફાળાના 75 ટકા સુધીની રકમ ઉપાજવાની મંજૂરી આપવામાં આવી છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















