Coronavirus Cases LIVE: મોદી સરકારના કયા મંત્રીએ ઝાયડસની મુલાકાત લીધી ?
ગુજરાતમાં અત્યાર સુધી ૮,૧૧,૧૬૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ ૯૮.૪૭% છે. રાજ્યમાં હાલ ૧૩,૯૩૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
LIVE
Background
J&Kના 13 જિ્લલામાં વીકેન્ડ કર્ફ્યૂ નહીં
જમ્મુ-કાશ્મીરના જમ્મુ, કઠુઆ, સાંબા, રાજૌરી, ઉધમપુર, અનંતનાગ, બાંદીપોરા, બડગામ, બારામુલ્લા, પુલવામા, શોપિયાં સહિતના 13 જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન લગાવવામાં નહીં આવે. જોકે આ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.
મુંબઈના ધારાવીમાં એક પણ કેસ ન નોંધાયો
દેશમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. મુંબઈના ધારાવીમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નહોતો. બીએમસીના જણાવ્યા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 22 પર સ્થિર છે. જે સૌથી મોટી રાહતની વાત છે.
દિલ્હીમાં આજે કેટલા નોંધાયા કેસ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લીધી ઝાયડસની મુલાકાત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી હતી. ડિસેમ્બર સુધીમાં દેશની જનતાને વેકસીનેટ કરવાનું કેન્દ્ર સરકારનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું. કોરોના સામેની લડાઈમાં ઝાયડ્સ બાયોટેક દ્વારા ઝાયકોવ ડી માટે મંજૂરી માગ્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ આ જિલ્લો બન્યો કોરોનામુક્ત
ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
