શોધખોળ કરો
Advertisement
વરસાદે તોડ્યા અનેક રેકોર્ડ, દેશમાં 25 વર્ષ પછી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
હવામાન વિભાગના કુલ 36 સબ ડિવિઝનમાંથી 12માં સામાન્યથી વધારે વરસાદ નોંધાયો છે. આ વખતે દેશમાં 88 સેન્ટીમીટર વરસાદ રેકોર્ડ થયો છે.
નવી દિલ્હીઃ આ વર્ષની વરસાદની સીઝન પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં વરસાદ હજુ પણ પડી રહ્યો છે અને તેણે તમામ રેકૉર્ડ તોડી દીધા છે. સપ્ટેમ્બર મહિનો પસાર થયા બાદ પણ ભારતનાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને નદીઓમાં પણ તોફાન છે. સામાન્ય રીતે અડધા સપ્ટેમ્બર બાદ આટલો વરસાદ જોવા મળતો નથી. હવામાન વિભાગ પ્રમાણે આ વખતે વરસાદે છેલ્લા 25 વર્ષનો રેકૉર્ડ તોડી દીધો છે.
હવામાન વિભાગના કુલ 36 સબ ડિવિઝનમાંથી 12માં સામાન્યથી વધારે વરસાદ નોંધાયો છે. આ વખતે દેશમાં 88 સેન્ટીમીટર વરસાદ રેકોર્ડ થયો છે. હજુ પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બનેલી છે. બંને રાજ્યોમાં વરસાદના કારણે લગભગ 129 લોકોના મોત થયા છે.
આ પહેલા 1994માં આટલો વરસાદ પડ્યો હતો. તો રાજધાની દિલ્લીમાં આ સીઝનમાં 38 ટકા ઓછો વરસાદ પડ્યો છે, જે શહેરમાં 2014 પછી ઓછો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં વરસાદનાં કારણે 129 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
દક્ષિણ-પશ્ચિમ ભારતની વાત કરીએ તો આ વખતે 10 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે, જ્યારે કે સામાન્ય રીતે અહીં 1 સપ્ટેમ્બર પછી વરસાદ નથી હોતો. 2007માં 30 સપ્ટેમ્બર સુધીનો વરસાદ થયો હતો, પરંતુ આ વખતે 1961 પછી પહેલી વખત આટલા બધા દિવસ સુધી વરસાદ જોવા મળી રહ્યો છે. 1961માં પણ વરસાદ બંધ થવાની તારીખ 1 ઓક્ટોબર હતી.
આ વખતે વરસાદની ઋતુમાં ઉત્તર-પૂર્વ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનનાં લોકોએ પુરનો સામનો કરવો પડ્યો છે. અત્યારે પણ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પુરની સ્થિત છે. 1994 પછી આ વર્ષે વરસાદનો લૉન્ગએ પિરિયડ એવરેજ સામાન્યનો 110 ટકા છે. 2001 પછી નૉર્થ-ઈસ્ટમાં આટલો વરસાદ જોવા મળ્યો છે. જો કે 2007માં પણ ઉત્તર-પૂર્વમાં આટલો વરસાદ થયો હતો.
બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. ખાનગી તથા સરકારી સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે. હજારોની સંખ્યામાં લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. સૌથી ભારે નુકસાન ખેડૂતોને થયું છે. પૂરના કારણે મોટા વિસ્તારનો પાક નષ્ટ થઈ ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement