શોધખોળ કરો
Advertisement
બંગાળમાં ભાજપે સ્ટાર સેલિબ્રિટીને પક્ષમાં લાવવા 7 કરોડ રૂપિયા ચૂકવ્યા, કઈ હોટ બંગાળી એક્ટ્રેસે કર્યો આ ધડાકો ?
શ્રીલેખાની આ પોસ્ટ બાદ એક્ટ્રેસ અને ભાજપની સભ્ય એવા રિમઝિમ મિત્રાએ શ્રીલેખાને પડકાર ફેંક્યો છે કે તે તે એક્ટરનું નામ જાહેર કરે જેને ભાજપે રૂપિયા આપ્યા છે.
ટોલિવૂડ એક્ટ્રેસે પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઈને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ટોલિવૂડ એક્ટ્રેસ શ્રીલેખા મિત્રાએ આરોપ લગાવ્યો છે કે, પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપે એક સ્ટાર સેલિબ્રિટીને પોતાના પક્ષમાં લાવવા માટે 7 કરોડ રૂપિયા આપ્યા છે. શ્રીલેખાએ આ આરોપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કર્યો છે. શ્રીલેખાની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
નોંધનીય છે કે, એક્ટ્રેસ શ્રીલેખા ડાબેરીઓની સમર્થક છે. શ્રીલેખાની આ પોસ્ટ બાદ એક્ટ્રેસ અને ભાજપની સભ્ય એવા રિમઝિમ મિત્રાએ શ્રીલેખાને પડકાર ફેંક્યો છે કે તે તે એક્ટરનું નામ જાહેર કરે જેને ભાજપે રૂપિયા આપ્યા છે.
બાદમાં શ્રીલેખાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, તે ટૂંકમાં જ એ સ્ટાર સેલિબ્રિટીનું નામ પુરાવા સાથે જાહેર કરશે. આ મામલે એક્ટર રિમઝિમે શ્રીલેખાને રિપ્લાય આપતા કહ્યું કે, જો તે પુરાવ સાથે નામ જાહેર નહીં કરે તો તેની પાર્ટી શ્રીલેખા વિરૂદ્ધ કાયદાકીય પગલા લેશે.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે. જે 27 માર્ચથી શરૂ થઈ રહી છે અને છેલ્લા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. 2 મેના રોજ મતગણતરી થશે.
તબક્કો તારીખ
1 27 માર્ચ
2 01 એપ્રિલ
3 06 એપ્રિલ
4 10 એપ્રિલ
5 17 એપ્રિલ
6 22 એપ્રિલ
7 26 એપ્રિલ
8 29 એપ્રિલ
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં TMCનું શાસન છે. 2016ની ચૂંટણીમાં TMCએ 211 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. જ્યારે ભાજપ માત્ર 3 સીટ જ મેળવી શક્યું હતું અને અન્યના ફાળે 4 બેઠક આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement