શોધખોળ કરો

IFPRI રિપોર્ટમાં ભારતમાં જળવાયુ પરિવર્તન અને વૃક્ષોની સ્થિતિને લઈને થયા ચોંકાવનારા ખુલાસા

IFPRI Report 2022: વૈશ્વિક ખાદ્ય નીતિ રિપોર્ટ 2022ની જાહેરાત કરવામાં આવી છે. ભારતનું જળવાયુ પરિવર્તન, હીટવેવ, પૂર, ભારે વરસાદ અને પ્રદૂષણના ઉચ્ચ સ્તરને લઈને મહત્વની વાતો સામે આવી છે.

IFPRI Report 2022: વૈશ્વિક ખાદ્ય નીતિ રિપોર્ટ 2022ની જાહેરાત કરવામાં આવી છે. ભારતનું જળવાયુ પરિવર્તન, હીટવેવ, પૂર, ભારે વરસાદ અને પ્રદૂષણના ઉચ્ચ સ્તરને લઈને મહત્વની વાતો સામે આવી છે. ભારતમાં આગામી સમયમાં તાપમાનમાં કેટલો વધારો થશે અને લોકો સામે કેવી મુશ્કેલીઓ આવશે તેને લઈને પણ ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત જળવાયુ પરિવર્તનનો સામનો કરવા વૃક્ષો કેટલી મદદ કરી શકે છે તે પણ સમજાવવામાં આવ્યું છે.

રિપોર્ટની મુખ્ય વાતો 

2030 સુધીમાં ભારતના ખાદ્ય ઉત્પાદનમાં 16%નો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, ભૂખમરાથી પીડિત લોકોની સંખ્યામાં 23% વધારો થઈ શકે છે. આબોહવા પરિવર્તનના સંદર્ભમાં 2010ના સ્તરની સરખામણીમાં 2050 સુધીમાં વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન લગભગ 60% વધી જશે. વૈશ્વિક સ્તરે 7 કરોડથી વધુ લોકો પર ભૂખમરાનું જોખમ રહેશે. તેમાંથી 28 કરોડથી વધુ લોકો પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના હશે. દક્ષિણ એશિયા અને પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં માંસનું ઉત્પાદન 2030 સુધીમાં બમણું અને 2050 સુધીમાં ત્રણ ગણું થવાનો અંદાજ છે. આ ઉપરાંત તો તાપમાનની વાત કરીએ તો, રિપોર્ટ અનુસાર, 2100 સુધીમાં સમગ્ર ભારતમાં સરેરાશ તાપમાન 2.4°C અને 4.4°C ની વચ્ચે વધવાનું અનુમાન છે. ભારતમાં 2100 સુધીમાં ઉનાળામાં હીટવેવ ત્રણથી ચાર ગણી વઘવાનો અંદાજ છે. સંભવ છે કે તાપમાનમાં વધારો આવર્તનમાં પૂરની ઘટનાઓમાં વધારો કરશે. આ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં વનીકરણ આપણી મદદ કરશે આ આબોહવા પરિવર્તનની કટોકટીનો સામનો કરવા માટે વૃક્ષો વાવવા એ સૌથી સસ્તો અને સહેલો માર્ગ છે.

જાણો ભારતમાં વ્યક્તિ દીઠ કેટલા વૃક્ષો છે અને તેની સરખામણીએ વિશ્વમાં કેટલા વૃક્ષો છે

ભારતની વર્તમાન સ્થિતિ - વ્યક્તિ દીઠ વૃક્ષ

  • ભારત - વ્યક્તિ દીઠ 28 વૃક્ષ
  • વિશ્વમાં સરેરાશ - વિશ્વમાં વ્યક્તિ દીઠ 422 વૃક્ષો
  • કેનેડા - વ્યક્તિ દીઠ 8,953 વૃક્ષો
  • રશિયા - વ્યક્તિ દીઠ 4,461 વૃક્ષો
  • ઓસ્ટ્રેલિયા - વ્યક્તિ દીઠ 3,266 વૃક્ષો
  • ગ્રીનલેન્ડ - વ્યક્તિ દીઠ 4,964 વૃક્ષો
  • યુનાઇટેડ સ્ટેટ્સ - વ્યક્તિ દીઠ 716 વૃક્ષો
  • ચીન - વ્યક્તિ દીઠ 102 વૃક્ષો

ભારતનું આબોહવા ઉત્સર્જન લક્ષ્ય

2030 સુધીમાં 1 બિલિયન (100 કરોડ) ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવું. તો હવે સવા એ થાય કે આ લક્ષ્ય સુધી પહોંચવામાં વૃક્ષો કેવી રીતે દેશની મદદ કરી શકે. તો તમને જણાવી દઈએ કે, એક વૃક્ષ લગભગ 0.2 ટન CO2 ઘટાડશે અને લગભગ છ વૃક્ષો 1 ટન જેટલો CO2 ઘટાડશે. જો આપણે 2030 સુધીમાં 1 અબજ કાર્બન ઉત્સર્જન ઘટાડવું હોય તો 600 કરોડ વૃક્ષોની જરૂર પડશે. ભારતમાં 3,600 કરોડ વૃક્ષો છે.

દરરોજ એક વ્યક્તિ દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડને ટેક અપ કરવા માટે કેટલા વૃક્ષોની જરૂર છે?

લગભગ 15 વૃક્ષો જરૂર પડશે જે 2,000-કેલરી ખોરાકના વપરાશથી કાર્બન ડાયોક્સાઇડને સરભર કરે છે. આ ઉપરાંત લગભગ 730 વૃક્ષો દરેક વ્યક્તિના અશ્મિભૂત ઇંધણના વપરાશ માટે છોડવામાં આવતા સરેરાશ કાર્બન ડાયોક્સાઇડને સરભર કરે છે.

ભારતમાં વન આવરણની સ્થિતિ

નેશનલ ફોરેસ્ટ કવરનો આદેશ છે કે ભારતના ભૌગોલિક વિસ્તારનો 33 ટકા ભાગ જંગલ અથવા વૃક્ષોના આવરણ હેઠળ હોવો જોઈએ. દેશનો કુલ જંગલ અને વૃક્ષોથી આચ્છાદિત વિસ્તાર 80.9 મિલિયન હેક્ટર છે જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 24.62 ટકા છે. 2019ના અંદાજની સરખામણીમાં દેશના કુલ જંગલ અને વૃક્ષોના કવર વિસ્તારમાં 2,261 ચોરસ કિલોમીટરનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમાંથી વન આવરણમાં 1,540 ચોરસ કિમી અને વૃક્ષોથી આચ્છાદિત વિસ્તારમાં 721 ચોરસ કિમીનો વધારો જોવા મળ્યો છે. વન આવરણની ઉણપ - ભારતમાં 8.32 ટકા વિસ્તાર જંગલ અથવા વૃક્ષાચ્છાદનનો વધુ હોવો જોઈએ. તો બીજી તરફ માત્ર 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ 33 ટકાથી વધુ ભૌગોલિક વિસ્તાર જંગલ કવર હેઠળ છે.

ભારતમાં કાર્બન ઉત્સર્જન: યુએન રિપોર્ટ

વૈશ્વિક યાદીમાં ભારત ઉત્સર્જનના મામલે ત્રીજા ક્રમે છે
ભારતનો હિસ્સો 2.46 બિલિયન મેટ્રિક ટન કાર્બન અથવા કુલ વૈશ્વિક ઉત્સર્જનના 6.8% છે
ભારતના માથાદીઠ કાર્બન ઉત્સર્જનની વાત કરીએ તો તે  યુનાઇટેડ સ્ટેટ્સના વાર્ષિક 16.21 ટનની સરખામણીએ હજુ પણ 1.84 ટન ઓછું છે.

ભારતમાં જંગલનું નુકશાન

ભારતમાં પ્રાથમિક વન નુકશાન - 2002થી 2021 સુધીમાં, ભારતે ભેજવાળા પ્રાથમિક જંગલમાંથી 371kha (916,761 એકર જેટલું) ગુમાવ્યું છે, જે તે જ સમયગાળામાં તેના કુલ વૃક્ષ કવરના નુકસાનના 19% જેટલું છે.

ભારતમાં ટ્રી કવરનું નુકશાન - 2001 થી 2021 સુધીમાં, ભારતે 2.07 Mha (49 લાખ એકર જેટલું) વૃક્ષ કવર ગુમાવ્યું, જે 2000 થી ટ્રી કવરમાં 5.3% ઘટાડાની સમકક્ષ છે.
આ સત્તાવાર આંકડા ભારતના જંગલો અને વૃક્ષોના આવરણમાં વધારો થયો હોવાની વાક દર્શાવે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈRajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget