શોધખોળ કરો

Jammu Kashmir: ગુલમર્ગમાં પોલીસે ગુજરાતના 11 લોકોની કરી ધરપકડ, ગોંડોલાની સવારી માટે નકલી ટિકિટનો કર્યો ઉપયોગ

સ્થાનિક ગાઈડ સાથે ગુજરાતના 11 પ્રવાસીઓ નકલી અને એડિટ કરેલી ટિકિટો સાથે ઝડપાયા હતા.

કાશ્મીરના ગુલમર્ગ ગોંડોલાની સવારી કરવા માટે નકલી ટિકિટનો ઉપયોગ કરવા બદલ પોલીસે ગુજરાતના 11 લોકોની ધરપકડ કરી છે. તેમની સાથે એક લોકલ ટુરિસ્ટ ગાઈડ પણ સામેલ છે. આ મહિનાનો આ બીજો કિસ્સો છે જ્યારે પોલીસે નકલી ટિકિટના આરોપમાં પ્રવાસીઓને પકડ્યા છે. અગાઉ 14 એપ્રિલે મુંબઈથી આવેલા ઓછામાં ઓછા 28 પ્રવાસીઓ પાસે નકલી ટિકિટો પણ મળી આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરૂવારે (27 એપ્રિલ) એક ગોંડોલામાં કોંગડોરીથી ગુલમર્ગ આવતાં વખતે સ્થાનિક ગાઈડ સાથે ગુજરાતના 11 પ્રવાસીઓ નકલી અને એડિટ કરેલી ટિકિટો સાથે ઝડપાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પ્રવાસીઓ ટટ્ટુ પર સવાર થઈને કોંગડોરી પહોંચ્યા હતા અને નકલી ટિકિટ પર ગોંડોલા રાઈડનો આનંદ માણવા માંગતા હતા. હાલ પોલીસ આ લોકોને ગુલમર્ગ લાવી હતી.

નકલી ટિકિટ આપનારની પણ ધરપકડ

ગોંડોલા પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર ગુલામ જિલાનીએ જણાવ્યું હતું કે, "અમારા અધિકારીઓ શૌકત અહમદ ભટ (પ્રોજેક્ટ ઈન્ચાર્જ) અને પરવેઝ અહમદ કુરેશી (ટિકિટીંગ ઈન્ચાર્જ)એ ઔપચારિકતા પૂરી કરી અને મામલો પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે અને પ્રવાસીઓને નકલી ટિકિટ આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે."

ગોંડોલા મેનેજમેન્ટે લોકોને અપીલ કરી હતી

દરમિયાન ગુલમર્ગ ગોંડોલાના મેનેજમેન્ટે સામાન્ય જનતા અને ખાસ કરીને પ્રવાસીઓને વિનંતી કરી હતી કે તેઓ એવા દલાલોનો શિકાર ન થાય જેઓ તેમની સાથે છેતરપિંડી કરે છે અને તેમને નકલી ટિકિટ આપે છે. જિલાનીએ જણાવ્યું હતું કે, "ગુલમર્ગ ગોંડોલા પ્રોજેક્ટની ક્ષમતા છે, જેના પરિણામે અમે પ્રતિ દિવસ ટિકિટોની સંખ્યા મર્યાદિત કરી છે. ટિકિટ માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે અને અન્ય કોઈ માધ્યમ નથી. સંપાદિત અને નકલી ટિકિટ પર મુસાફરી કરવી એ સજાપાત્ર ગુનો છે.

ગુલમર્ગ ગોંડોલા પ્રોજેક્ટની ટિકિટ સ્કેનિંગ ટીમે 14 એપ્રિલે સ્કેનિંગ પોઈન્ટ પર મુંબઈના 28 પ્રવાસીઓના ગ્રુપને અટકાવ્યા હતા. આ મુસાફરો તેમના ટૂર મેનેજર મકરંદ આનંદ ઘાણેકર દ્વારા એડિટ કરેલી નકલી ટિકિટો લઈ જતા હતા જેમણે પોતે મુંબઈમાં આ ટિકિટો બનાવી હતી અને મુસાફરોને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નહોતી.

Sharad Pawar Speech: શરદ પવારના એક નિવેદનથી રાજકારણમાં આવ્યો ભૂકંપ, રોટલી પલટવાનો સમય આવી ગયો છે, મોડું થશે તો...

Sharad Pawar Speech:  મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે એનસીપીના વડા શરદ પવારે કહ્યું છે કે, હવે રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે. આ નિવેદન તેમણે મુંબઈના યુવા મંથન કાર્યક્રમમાં આપ્યું, તેમણે કહ્યું કે, "મને કોઈએ કહ્યું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે અને જો તેને યોગ્ય સમયે ન ફેરવવામાં આવે તો તે બળી જાય જાય છે અને કડવી બની જાય છે." હવે રોટલી ફેરવવાનો યોગ્ય સમય આવી ગયો છે, તેમાં કોઈ વિલંબ ન કરવો જોઈએ. આ સંદર્ભે હું પાર્ટીના વરિષ્ઠ નેતાઓને તેના પર કામ કરવા વિનંતી કરીશ.

પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના ભત્રીજા અને NCP નેતા અજિત પવારના આગામી રાજકીય પગલાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ભાજપ સાથે હાથ મિલાવશે. જોકે અજિત પવાર અને શરદ પવાર આ દાવાઓને નકારી રહ્યા છે.

તાજેતરમાં અજિત પવાર એનસીપીની બેઠકમાં પણ હાજર રહ્યા ન હતા. આ અંગે તેણે કહ્યું, “મારા વિશે ઘણી અટકળો અને અફવાઓ ફેલાવવામાં આવી હતી. કોઈપણ કારણ વગર મારી આસપાસ શંકા પેદા કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ અફવામાં ફસાયા વિના હું મારું કામ ચાલુ રાખું છું.

અજિત પવારે શનિવારે (22 એપ્રિલ) કહ્યું હતું કે તેમની પાર્ટી 2024 માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની રાહ જોયા વિના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદ માટે હજુ પણ દાવો કરી શકે છે. એમ પૂછવામાં આવ્યું કે શું એનસીપી આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન પદ માટે દાવો કરશે, તેમણે ટિપ્પણી કરી, "શા માટે 2024, અમે હજી પણ દાવો કરવા તૈયાર છીએ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
Embed widget