Maharashtra Political Crisis: એકનાથ શિંદેએ કહ્યુ- 'શિવસેનાને MVAના ચુંગાલમાંથી મુક્ત કરાવવા સંઘર્ષ કરી રહ્યો છુ'
ઉલ્લેખનીય છે કે શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો આસામના ગુવાહાટી શહેરમાં એક હોટલમાં રોકાયા છે

Maharashtra Political Crisis: શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેએ શિવસૈનિકોને સંબોધતા ટ્વીટમાં દાવો કર્યો હતો કે તેઓ શિવસેનાને મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારની પક્કડમાંથી મુક્ત કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે લખ્યું કે સારી રીતે સમજો. MVA ની રમતને ઓળખો..! હું એમવીએના અજગરની ચુંગાલમાંથી શિવસેના અને શિવસૈનિકોને છોડાવવા માટે લડી રહ્યો છું. આ લડાઈ તમારા શિવસૈનિકોના ભલા માટે સમર્પિત છે. તમારા એકનાથ સંભાજી શિંદે."
प्रिय शिवसैनिकांनो,
नीट समजून घ्या, म.वि.आ. चा खेळ ओळखा..! MVA च्या अजगराच्या विळख्यातून शिवसेना व शिवसैनिकांना सोडवण्यासाठीच मी लढत आहे. हा लढा तुम्हा शिवसैनिकांच्या हिता करीता समर्पित.... आपला एकनाथ संभाजी शिंदे.#MiShivsainik— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 25, 2022
અગાઉ, અસંતુષ્ટ શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેમણે એકનાથ શિંદેને તેમના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો આસામના ગુવાહાટી શહેરમાં એક હોટલમાં રોકાયા છે. જેમના બળવાથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર ખતરામાં છે. ગુવાહાટીથી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કેસરકરે કહ્યું હતું કે તેમણે શિવસેના છોડી નથી, પરંતુ તેમના જૂથનું નામ શિવસેના (બાળાસાહેબ) રાખ્યું છે.
કેસરકરે કહ્યું કે માત્ર 16 કે 17 લોકો 55 ધારાસભ્યોના જૂથના નેતાને બદલી શકતા નથી અને બળવાખોર શિવસેના જૂથ શિવસેના જૂથના નેતા તરીકે શિંદેની જગ્યાએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલના આદેશને કોર્ટમાં પડકારશે.
શિંદે જૂથ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને સમર્થન પાછું ખેંચશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કેસરકરે કહ્યું, આપણે શા માટે સમર્થન પાછું ખેંચવું જોઈએ? અમે શિવસેના છીએ. અમે પાર્ટીને હાઇજેક નથી કરી, NCP અને કોંગ્રેસે તેને હાઇજેક કરી છે."
કેસરકરે કહ્યું, "ધારાસભ્યોએ પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે અમે જે પક્ષ સાથે ચૂંટણી લડ્યા છીએ તેની સાથે જ રહેવું જોઈએ. જ્યારે ઘણા લોકો એક જ અભિપ્રાય વ્યક્ત કરે છે, ત્યારે તેમાં કંઈક નક્કર હોવું જોઈએ. શિવસેનાએ ભાજપ સાથે જોડાણ કરવું જોઈએ અને કોંગ્રેસ અને એનસીપી સાથે સંબંધો તોડી નાખવા જોઈએ.
Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત
SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે

