શોધખોળ કરો

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી રદ કરવા CJI ચંદ્રચુડ અને ચૂંટણીપંચને કેમ લખવામાં આવ્યો પત્ર

Lok Sabha Election: રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ પણ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન, દિલ્હી મૈતેઈ કોઓર્ડિનેટિંગ કમિટી (DMCC) એ મણિપુરમાં લોકસભાની ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી હતી.

Lok Sabha Election: રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ પણ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન, દિલ્હી મૈતેઈ કોઓર્ડિનેટિંગ કમિટી (DMCC) એ મણિપુરમાં લોકસભાની ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી હતી. ડીએમસીસીમાં ઘણા મૈતેઈ સંગઠનોનો સમાવેશ થાય છે, જેમણે ચૂંટણી પંચ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસાને કારણે લોકસભાની ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી હતી. મણિપુરની બે સંસદીય બેઠકો, આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર માટે 19 અને 26 એપ્રિલે મતદાન થશે. DMCC આ વિસ્તારોમાં સુરક્ષાને લઈને ચિંતિત છે.

મણિપુરમાં અશાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરવામાં આવી

1 એપ્રિલ, 2024 ના રોજ દિલ્હી મૈતેઈ કોઓર્ડિનેટિંગ કમિટિ દ્વારા આપવામાં આવેલી અરજીમાં, મણિપુરમાં અશાંતિ અને કાયદો અને વ્યવસ્થા અંગેના ઘણા મીડિયા અહેવાલોને ટાંકીને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દિલ્હી મૈતેઈ કોઓર્ડિનેટિંગ કમિટીમાં દિલ્હી મૈતેઈ, લિકલામ નાગક્પા, ઇરામડમ મણિપુર અને ઇન્ટરનેશનલ મૈતેઈ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જે 3 મે, 2023 થી જાતિ હિંસા પર સરકારની સતત ટીકા કરી રહી છે. આ સંગઠનોના મતે મણિપુરમાં હિંસાને કારણે ત્યાંના લોકોને માનસિક, આર્થિક અને રાજકીય નુકસાન થયું છે.

ચૂંટણી પંચની એક ટીમે ઈમ્ફાલની મુલાકાત લીધી હતી

લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની એક ટીમે મણિપુરની રાજધાની ઈમ્ફાલની મુલાકાત લીધી હતી. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ ચૂંટણી પંચને ચૂંટણીની તૈયારીઓ અંગે ખાતરી આપી હતી અને તપાસ માટે એક ટીમને આ વિસ્તારમાં મોકલી હતી. ડીએમસીસીના જણાવ્યા અનુસાર, મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસામાં 221 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેનું નુકશાન મૈતેઈ, કુકી અને અન્ય સમુદાયોએ ભોગવવું પડ્યું છે. આ હિંસાને કારણે મોટી સંખ્યામાં બેરોજગારીની સાથે ખેડૂતોને ખેતીમાં પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

લોકસભા ચૂંટણી 2024માં 7 તબક્કામાં મતદાન થવાનું છે, પરંતુ એક બેઠક એવી છે જ્યાં 2 તબક્કામાં મતદાન થશે. બાહ્ય મણિપુર સીટ પર પહેલા અને બીજા તબક્કામાં મતદાન થશે. અહીં ઉમેદવારોના નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બાહ્ય મણિપુર સીટ પરથી 4 ઉમેદવારો મેદાનમાં છે. એનપીએફ અને કોંગ્રેસ ઉપરાંત બે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. 2019 માં, નાગા પીપલ્સ ફ્રન્ટના ઉમેદવાર લોહરુ એસ પીફોજ અહીં જીત્યા હતા, પરંતુ આ વખતે પાર્ટીએ કચૂઈ ટીમોથી જિમિકને ટિકિટ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
Embed widget