શોધખોળ કરો

IRCTCએજન્ટ બનીને લાખો કમાવવાનો મોકો, રેલવે ટિકિટથી બુકિંગથી આ રીતે શરૂ કરો પોતાના બિઝનેસ

Indian Railway Ticket Booking Business:જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો અને રોકાણ કરવા માટે વધારે પૈસા નથી, તો અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ વ્યવસાય તમને દર મહિને મોટી કમાણી કરવામાં મદદ કરશે

Indian Railway Ticket Booking Business: જો તમે IRCTCના અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ બનવા માંગો છો, તો આ માટે તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે. તે પછી તમે રેલવેના ટિકિટ બુકિંગ એજન્ટ બની જશો અને પછી તમે ટિકિટ બુક કરાવીને દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.

જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો અને રોકાણ કરવા માટે વધારે પૈસા નથી, તો અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ વ્યવસાય તમને દર મહિને મોટી કમાણી કરવામાં મદદ કરશે. તમે પહેલા જાણો  કે  ભારતીય રેલ્વે એ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ રેલવેની એક સેવા છે, જે મુસાફરોને ટ્રેન ટિકિટ બુકિંગ (IRCTC ટિકિટ બુકિંગ)થી માંડીને અન્ય ઘણી સુવિધાઓ પૂરી પાડે છે.

આજે અમે તમને એવા જ એક અદભૂત  બિઝનેસ આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે માત્ર 3999 રૂપિયામાં રેલ્વેથી શરૂ કરી શકો છો. એટલે કે, આ બિઝનેસની મદદથી તમે ઘરે બેઠા લાખોની કમાણી કરી શકો છો.

IRCTC ટિકિટ એજન્ટ બનવું પડશે

આ ધંધો IRCTC ટિકિટ એજન્ટનો છે, એટલે કે જે રીતે ક્લાર્ક રેલવે ટિકિટ કાઉન્ટર પર ટિકિટ કાપે છે, એ જ રીતે તમારે મુસાફરોની રેલવે ટિકિટ પણ કાપવી પડશે. જો તમે IRCTCના અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ બનવા માંગો છો, તો આ માટે તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે. તે પછી તમે રેલવેના IRCTC ઓથોરાઈઝ્ડ એજન્ટ બની જશો અને પછી તમે ટિકિટ બુક કરીને દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.

નોંધણી ફી?

એક વર્ષ માટે IRCTC ટિકિટ એજન્ટ બનવા માટે નોંધણી ફી રૂ. 3,999 છે અને 2 વર્ષ માટે આ ફી રૂ. 6,999 છે. તેનો અર્થ એ કે તે તમારા પર નિર્ભર છે કે તમે બે વર્ષ માટે એજન્ટ બનવા માંગો છો કે માત્ર એક વર્ષ માટે. આ ફી જમા કર્યા પછી, તમને એજન્ટ તરીકે નોંધણી પ્રમાણપત્ર મળશે. જે પછી તમે રેલવેના અધિકૃત ટિકિટ એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી શકો છો.

IRCTCના અધિકૃત ટિકિટ એજન્ટ બન્યા પછી, એક મહિનામાં 100 ટિકિટ બુક કરાવવા માટે પ્રતિ ટિકિટ 10 રૂપિયાની ફી ચૂકવવી પડશે. 101 થી 300 સુધીની ટિકિટ બુક કરાવવા માટે પ્રતિ ટિકિટ 8 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમે એક મહિનામાં 300 રૂપિયાથી વધુ ટિકિટ બુક કરાવો છો, તો તમારે પ્રતિ ટિકિટ 5 રૂપિયાની ફી ચૂકવવી પડશે. તમે એક મહિનામાં ગમે તેટલી ટિકિટ બુક કરાવી શકો છો, એટલે કે ટિકિટ બુકિંગ પર કોઈ મર્યાદા નથી. એજન્ટને 15 મિનિટમાં ઈન્સ્ટન્ટ ટિકિટ બુકિંગની સુવિધા પણ મળે છે.

તમને કેટલું કમિશન મળશે?

નોન-એસી કોચ ટિકિટ બુક કરાવવા પર તમને પ્રતિ ટિકિટ 20 રૂપિયા કમિશન મળે છે. જ્યારે AC ક્લાસ ટિકિટ બુક કરાવવા પર તમને પ્રતિ ટિકિટ 40 રૂપિયા કમિશન મળે છે. આટલું જ નહીં ટિકિટની કિંમતનો એક ટકા પણ એજન્ટને આપવામાં આવે છે.

IRCTC ના એજન્ટ બનવાના ફાયદા

તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ટિકિટ બુક કરવાની કોઈ મર્યાદા નથી. એટલે કે, તમે જેટલી વધુ ટિકિટ બુક કરશો, તેટલી વધુ કમાણી કરી શકશો. આ ઉપરાંત, એજન્ટને 15 મિનિટમાં તત્કાલ ટિકિટ બુક કરવાનો વિકલ્પ પણ મળે છે. એક એજન્ટ તરીકે, તમે ટ્રેનો સિવાય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રેન ટિકિટ બુક કરી શકો છો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
Embed widget