PIB Fact Check: કોરોનાના કેસો વધતાં મોદી સરકારે લીધો સાત દિવસ માટે ભારત બંધ રાખવાનો નિર્ણય ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
યુટ્યુબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોરોના વાયરસની ચોથી લહેર આવી ગઈ છે જેના કારણે સરકાર સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવા જઈ રહી છે.
PIB Fact Check: ભારતના પાડોશી દેશ ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. વર્ષ 2019 ના અંતમાં પણ કોરોના વાયરસ સૌથી પહેલા ચીનમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ચીનમાં શરૂ થયેલી કોરોનાની નવી લહેરથી સતર્ક થયેલી ભારત સરકાર ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે અને તમામ મહત્વપૂર્ણ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહી છે. કોરોના પર નજર રાખવા માટે સરકારે તમામ રાજ્યોને પોતપોતાના રાજ્યોમાં આરોગ્ય સુવિધાઓ પર ચાંપતી નજર રાખવા અને હોસ્પિટલની વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવાની સૂચના આપી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
યુટ્યુબ પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોરોના વાયરસની ચોથી લહેર આવી ગઈ છે જેના કારણે સરકાર સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવા જઈ રહી છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકારે શનિવારે રાત્રે 12 વાગ્યાથી ભારતને 7 દિવસ માટે લોકડાઉનમાં રાખવાનો નિર્ણય લીધો છે.
‘CE News’ नामक एक #YouTube चैनल के वीडियो में यह दावा किया जा रहा है कि आज रात 12 बजे से 7 दिन तक भारत बंद रखने का फैसला लिया गया है#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) December 24, 2022
▶️ इस वीडियो में किया गया दावा फ़र्ज़ी है
▶️ भारत सरकार ने ऐसा कोई फैसला नहीं लिया है pic.twitter.com/eX3QXdkOxn
આ વીડિયો CE News નામની યુટ્યુબ ચેનલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
યુટ્યુબ પર CE News નામની ચેનલ 7 દિવસ માટે દેશ બંધ રાખવાનો દાવો કરી રહી છે. જો કે સરકાર તરફથી આવો કોઈ નિર્ણય આવ્યો નથી. જેથી આ વીડિયોની તપાસ કરવામાં આવી તો સમગ્ર સત્ય બહાર આવ્યું. PIB ફેક્ટ ચેકે વિડિયોની ફેક્ટ-ચેક કરી અને દાવો નકલી હોવાનું જણાયું હતું.
PIB Fact Checkની તપાસમાં વીડિયો નકલી હોવાનું બહાર આવ્યું છે
એક ટ્વિટમાં PIB Fact Checkએ કહ્યું હતું કે યુટ્યુબ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે અને ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઈને દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવા કોઈ સમાચાર પર ધ્યાન ન આપો અને કોઈ પણ વ્યક્તિ સાથે આવા ખોટા સમાચાર શેર ન કરો.