શોધખોળ કરો
Advertisement
'સરકારી કર્મચારીઓનો પગાર વધારો પણ સ્થગિત કરીને મોદી સરકારે આપ્યો બીજી મોટો ઝટકો', જાણો સરકારની સ્પષ્ટતા
મંગળવારે પીઆઈબાઈ આ અહેવાલનું ખંડન કરતાં કહ્યું કે આ સમાચાર ખોટા એટલે કે ફેક છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારો એક વર્ષ માટે અટકાવી દેવાના અહેવાલને પીઆઈબી ફેક્ટ ચેકે ખોટા ગણાવ્યા છે. કોરોના વાયરસને કારણે લોકડાઉનની વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આ વર્ષે વધારો કરવામાં નહીં આવે એવા અહેવાલ 15 જૂનના રોજ ઘણાં મીડિયા હાઉસે પ્રકાશિત કર્યા હતા. મંગળવારે પીઆઈબાઈ આ અહેવાલનું ખંડન કરતાં કહ્યું કે આ સમાચાર ખોટા એટલે કે ફેક છે.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને ગહ્યું કે, ‘દાવોઃ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ (DoPT)ને ટાંકીને મીડિયા રિપોર્ટમાં દાવો છે કે, કેન્દ્ર સરકારે આગામી વર્શ સુધી પગાર વધારો અટકાવી દીધો છે.’ જ્યારે પીઆઈબીએ ટ્વી કર્યું કે, 'Fact Check : આદેશ અનુસાર વાર્ષિક પરફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટ (એપીઆર) પૂરો કરવા અને સમયમર્યાદા વિસ્તરણ સંબંધિત છે, પગાર વધારા સંબંધિત નહીં. રિપોર્ટમાં ખોટો તથ્યોની વ્યાખ્યા કરવામાં આવી છે.
તમને જણાવીએ કે સોમવારે જુદા જુદા ન્યૂઝ પોર્ટલો પર એક સમાચાર પ્રકાશિત થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ (DoPT)એ એક ઓર્ડર બહાર પાડ્યો છે. આ ઓર્ડર અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના વાર્ષિક પરફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટ (APAR)ને પૂરો કરવાની સમય મર્યાદા વધારવામાં આવી ચે. તેને વધારીને માર્ચ 2021 સુધી કરવામાં આવી છે. એટલે કે કર્મચારીઓને 2020માં ઇન્ક્રીમેન્ટ નહીં મળે.दावा: @DoPTGoI का हवाला देते हुए मीडिया रिपोर्ट का दावा, केंद्र सरकार ने अगले साल तक वेतन वृद्धि को स्थगित किया।#FactCheck: आदेश एपीएआर पूरा करने और समयसीमा विस्तार से संबंधित है वेतन वृद्धि से नहीं। रिपोर्ट में गलत तथ्यों की व्याख्या की गई है। pic.twitter.com/t3NjO7Gix4
— PIB Fact Check (@PIBFactCheck) June 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement