શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા જાણીતા મંદિરનો વીડિયો કર્યો શેર? જાણો
PM Modi Shares Sun Temple Video: PM નરેન્દ્ર મોદીએ વરસાદનો એક વીડિયો પોતાના ટ્વિટર હેન્ડટલ પર શેર કર્યો છે. PM તરફી શેર કરવામાં આવેલ વીડિયો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિરનો છે
![PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા જાણીતા મંદિરનો વીડિયો કર્યો શેર? જાણો Prime Minister Narendra Modi shares beautiful video of iconic Sun Temple in Modhera, Gujarat PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા જાણીતા મંદિરનો વીડિયો કર્યો શેર? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/26155907/PM-Modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સમગ્ર દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ જોવા મળે છે ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે મોઢેરા સૂર્ય મંદિરમાં ભારે વરસાદ ખાબકતાં અદભુત દ્રશ્યો સર્જાયા હતાં. વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યોનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શેર કર્યો છે.
PM નરેન્દ્ર મોદીએ વરસાદનો એક વીડિયો પોતાના ટ્વિટર હેન્ડટલ પર શેર કર્યો છે. PM તરફી શેર કરવામાં આવેલ વીડિયો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિરનો છે. વીડિયો શેર કર્યો તેની સાથે તેમણે લખ્યું છે કે, મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના સમયે અદભુત લાગી રહ્યું છે. તમે પણ જુઓ...
PM નરેન્દ્ર મોદી તરફથી ટ્વિટરમાં શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સદીઓ જૂના મોઢેરા સૂર્ય મંદિરમાં વરસાદના કારણે અનેક જગ્યાએથી ધોધમાર પાણી વહી રહ્યું છે. વરસાદી પાણી વર્ષો જૂના કુંડમાં એકત્રિત થઈ રહ્યું છે. વીડિયોને જોઈ મંદિરની ભવ્યતાનો અનુભવ થાય છે. આ વીડિયોમાં પહેલાનો અને વરસાદ પડી રહ્યો છે તે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે જે જોઈને અદભુત લાગી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
— Narendra Modi (@narendramodi) August 26, 2020
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion