માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કેટલી સંપત્તિ થઈ જપ્ત, સરકારે આપ્યો જવાબ
જ્યારથી વિજય માલ્યા,નિરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે ત્યારથી દરેકના મનમાં એક સવાલ ઉભો થયો છે તેમની કેટલી સંપત્તિ સરકારે જપ્ત કરી છે. હવે આ અંગે સરકારે જવાબ આપ્યો છે.
જ્યારથી વિજય માલ્યા,નિરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે ત્યારથી દરેકના મનમાં એક સવાલ ઉભો થયો છે તેમની કેટલી સંપત્તિ સરકારે જપ્ત કરી છે, તો આ અંગે સરકારે મંગળવારે જણાવ્યું હતું કે બેંક લોનની ચૂકવણી કર્યા વિના વિદેશ ભાગી ગયેલા ત્રણેય ઉદ્યોગપતિઓની કુલ19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી છે. આ અંગે રાજ્યસભાના સાંસદે નાણા રાજ્ય મંત્રી બ્રિજ લાલને પૂછ્યું હતું કે શું સરકાર ભાગેડુ ઉદ્યોગપતિની જપ્ત કરવામાં આવેલી સંપત્તિને બેંકોને પરત કરવા વિચારી રહી છે, જેમની લોન આ લોકોએ પરત કરી નથી. સરકારે આ દિશામાં શું પગલાં લીધાં છે અને આ ઉદ્યોગપતિઓની જપ્ત કરવામાં આવેલી મિલકતનું કુલ મૂલ્ય શું છે?
હવે આ અંગે રાજ્યસભામાં આ પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ત્રણેય ઉદ્યોગપતિઓએ તેમની કંપનીઓ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ખોટી રીતે નાણાં ઉપાડીને છેતરપિંડી કરી છે. તેના કારણે જાહેર ક્ષેત્રની બેંકોને કુલ રૂ.22585.83 કરોડનું નુકસાન થયું છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મિલકતો જપ્ત
તેમણે કહ્યું કે 15 માર્ચ, 2022 સુધીમાં, તેમાંથી, 19111.20 રૂપિયાની સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ એટેચ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આમાંથી 15,113.91 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. આ સાથે, 335.06 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને ભારત સરકારને આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 15 માર્ચ, 2022 સુધીમાં, આ કેસોમાં છેતરપિંડીથી ઉપાડવામાં આવેલા ભંડોળમાંથી 84.61 ટકા જપ્ત કરવામાં આવ્યા છે અને બેંકોને થયેલા કુલ નુકસાનમાંથી 66.91 ટકા બેંકોને પરત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખાસ વાત એ છે કે એસબીઆઈની આગેવાની હેઠળના બેંકોના સંઘે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને સોંપવામાં આવેલી સંપત્તિ વેચીને 7975.27 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.