શોધખોળ કરો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને  ભગત સિંહના 'શહીદ દિવસ' પર સમગ્ર પંજાબમાં રજા જાહેર કરી

મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના 'શહીદ દિવસ'  પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં જાહેર રજા રહેશે.

પંજાબમાં ભગવંત માન (Bhagwant Mann ) સરકાર સતત મોટા નિર્ણયો લઈ રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના 'શહીદ દિવસ'  પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં જાહેર રજા રહેશે. વિધાનસભા (Assembly)માં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને  ભગત સિંહના 'શહીદ દિવસ' પર સમગ્ર પંજાબમાં રજા જાહેર કરી

આ પહેલીવાર હશે જ્યારે સરદાર ભગત સિંહના શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા હશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ માન સરકારે શહીદ દિવસને લઈને એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ સાથે 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંજાબની શાળાઓમાં દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં આવનારી પેઢીને ભગતસિંહના જીવન વિશે જણાવવામાં આવશે.

વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, આ અવસર પર પંજાબના લોકો, વડીલો અને બાળકો ભગતસિંહને તેમના ગામ ખટકરકલાન જઈને શ્રદ્ધાંજલિ આપી શકશે. અંગ્રેજો સામેના આઝાદીના યુદ્ધમાં ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસી આપવામાં આવી હતી. લાહોર ષડયંત્રના આરોપમાં ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને ગત સપ્તાહે  પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે   ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા.  પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત દ્વારા ભગવંત માનને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદથી ભગવંત માન ભગત સિંહની વિચારધારાને આગળ વધારવાનો સતત દાવો કરી રહ્યા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભગત સિંહના સન્માનમાં બસંતી પાઘડી પહેરે છે. ભગવંત માને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેલા લોકોને બસ્તી રંગની પાઘડી પહેરીને આવવાની અપીલ કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી ભગવંત માને તેમની ઓફિસમાં સરદાર ભગત સિંહ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરો લગાવી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરતા 92 બેઠકો પર જીત મેળવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ

BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget